દીપિકા ગાર્ડન પાસે રસ્તાના પેચવર્કની કામગીરીમાં કોર્પોરેશનની બેદરકારી છતી થઈ હતી. માટી ઉપર જ ડામર પાથરી દેવાતા પોપડા ઊખડી રહ્યા છે.
કારેલીબાગ વિસ્તારના દીપિકા ગાર્ડન (કેશવ ગાર્ડન) પાસે ફરી એક વખત રસ્તો બેસી ગયો છે. અગાઉ મે તથા જુલાઈ મહિનામાં અહીં ભૂવા પડયા હતા. તાજેતરમાં આ માર્ગ ઉપર ડ્રેનેજ લાઈનની કામગીરી થઈ હતી. ત્યારબાદ પુરાણ અને પેચવર્કની કામગીરીમાં વેઠ ઉતારતા રસ્તો બેસી ગયો છે. કોંગ્રેસના પૂર્વ મહિલા કાઉન્સિલરનું કહેવું છે કે, આ માર્ગ ઉપર વર્ષો જુની ડ્રેનેજ લાઈન હોવાથી અવાર નવાર લીકેજ થવાથી ભૂવા પડી રહ્યા છે. માટીની ઉપર જ ડામર પાથરતા મારદારી વાહન પસાર થતા મટીરીયલ બહાર આવી જતા માર્ગ ઉબડખાબડ થયો છે.