![]()
મુંબઈ : વિશ્વ બજારમાં ફરી ઉથલપાથલ સર્જાવા લાગી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે અમેરિકાના ૪૫ દિવસના શટડાઉનનો ફંડિંગ બિલ સાઈન કરી મંજૂરી આપતાં આખરે અમેરિકા પરના આર્થિક સંકટના વાદળો વિખેરવાના પ્રયાસો થયા છે. પરંતુ આ શટડાઉનના અંત સાથે હવે યુ.એસ. ફેડરલ રિઝર્વ આગામી મીટિંગમાં વ્યાજ દરમાં નવો ઘટાડો નહીં કરે એવા ટ્રેડરોના અનુમાને અમેરિકી શેર બજારોમાં ગાબડાં પડયા હતા.વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ વચ્ચે સ્થાનિક પોઝિટીવ પરિબળોને જોતાં આગામી નવા સપ્તાહમાં સેન્સેક્સ ૮૩૨૮૮થ૨ી ૮૫૮૩૩ વચ્ચે અને નિફટી સ્પોટ ૨૫૫૨૨થી ૨૬૨૮૮ વચ્ચે અથડાતો જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : POWER GRID CORPORATION OF INDIA LTD.
બીએસઈ (૫૩૨૮૯૮), એનએસઈ (POWERGRID) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ(POWER GRID CORPORATION OF INDIA LIMITED), એક મહારત્ન સીપીએસયુ અને ભારતની સૌથી મોટી ઈલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન કંપની છે. ૩૦, સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ, ભારત સરકાર કંપનીમાં ૫૧.૩૪ ટકા હિસ્સો ધરાવે છે. પીજીસીઆઈએલ ૧૯૮૯માં એકસ્ટ્રા-હાઈ વોલ્ટેજ ઓલ્ટરનેટિવ કરંટ અને હાઈ-વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ (એચવીડીસી) ટ્રાન્સમિશન લાઈનો સ્થાપિત કરવા માટે સ્થપાઈ હતી. કંપની કેન્દ્રિય જનરેટિંગ એજન્સીઓ અનને વિસ્તારોમાંથી પાવરના મોટા બ્લોક્સને લોડ કેન્દ્રોમાં અને પ્રદેશોમાં ખસેડે છે. જે ભારત સરકારના વીજ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ છે. પીજીસીઆઈએલ અનેક વ્યુહાત્મક રીતે મહત્વપૂર્ણ પ્રોજેક્ટસ પણ ચલાવે છે. જે ભારત સરકાર દ્વારા કંપનીને નામાંકિત ધોરણે સોંપવામાં આવ્યા છે. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા મુખ્યત્વે આંતર-રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ (આઈએસટીએસ), ટેલિકોમ અને કન્સલ્ટન્સી સર્વિસિઝનના પ્લાનિંગ, અમલીકરણ, સંચાલન અને જાળવણી ક્ષેત્રે પ્રવૃત છે.
મુખ્ય મુદ્દાઓ : બિઝનેસ સેગ્મેન્ટ્સ :
(૧) ટ્રાન્સમિશન (૯૫ ટકા) : કંપનીના ઈન્ફ્રાસ્ટ્રકચરમાં વિવિધ પાવર સ્ત્રોતો, જેમાં સેન્ટ્રલ જનરેટિંગ સ્ટેશન (સીજીએસ), ઈન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડયુસર્સ (આઈપીપી), અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટસ (યુએમપીપીએસ) અને રિન્યુએબલ એનજીૅ સ્ત્રોતોનો સમાવેશ છે. જેની પાસે ૧,૭૭,૭૯૦ સીકેએમથી વધુ લાઈનો અને ૨૭૮ સબસ્ટેશનને આવરી લેતું ટ્રાન્સમિશન નેટવર્ક છે, જેની ટ્રાન્સફોર્મેશન ક્ષમતા ૫,૨૮,૭૬૧ એમવીએથી વધુ છે. જેમાં ટ્રાન્સફોર્મર્સ અને ૩૮૦૦ રિએક્ટર સાથે ૨,૯૦,૦૦૦થી વધુ ટાવર છે. જે ૯૯ ટકાથી વધુ સિસ્ટમ ઉપલબ્ધતા પર કાર્ય કરે છે. જે ૧૮ એચવીડીસી સ્ટેશનો, ૬૨,૭૬૫ કેવી સબસ્ટેશન અને ૧,૬૭,૪૦૦ કેવી સબસ્ટેશન સાથે ભારતની ૪૫ ટકાથી વધુ વિદ્યુત ઊર્જાનું ટ્રાન્સમિશન કરે છે. જેની આંતરપ્રાદેશિક ક્ષમતાના ૮૪ ટકા છે, જેમં ૬૩ જીઆઈએસ સ્ટેશનો અને ૨૦ સ્થળોએ એસવીસી અને સ્ટેટકોમ છે. આ સેગ્મેન્ટમાંથી આવક નાણાકીય વર્ષ ૨૦૨૨ અને નાણાકીય વર્ષ ૨૦૨૪ દરમિયાન ૧૦ ટકા વધી છે.
(૨) ટેલિકોમ બિઝનેસ(૨ ટકા) : કંપની તેના ડબલ્યુઓએસ-પાવરગ્રીડ ટેલિસર્વિસિઝ લિમિટેડ દ્વારા તેના બ્રાન્ડ નામ પાવરટેલ સાથે ટેલિકોમ બિઝનેસમાં છે, જે દેશની એકમાત્ર ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર છે, જે પાવર ટ્રાન્સમિશન લાઈન પર ઓપ્ટિકલ ગ્રાઉન્ડ વાયરનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં ઓવરહેડ ઓપ્ટિક ફાઈબર નેટવર્ક ધરાવે છે અને મોબાઈલ કોમ્યુનિકેશન્સ માટે ટ્રાન્સમિશન ટાવર્સ ઓફર કરે છે. જેનું ટેલિકોમ નેટવર્ક ૧,૦૦,૦૦૦ કિલોમીટરથી વધુ અને દેશભરમાં ૩૦૦૦થી વધુ સ્થાનોને આવરી લે છે, જે આશરે ૯૯.૯૯ ટકાની ઉપલબ્ધતા જાળવી રાખે છે. જે કન્ટેન્ટ પ્રદાતાઓ અને ઓટીટી, સ્માર્ટ સિટીઝ, કોર્પોરેટ ગ્રાહકો અને એમએનસીઝ, કોલ સેન્ટર્સ, મીડિયા હાઉસ, કેબલ ટીવી ઓપરેટર્સ વગેરને સર્વિસ પૂરી પાડે છે. નાણા વર્ષ ૨૦૨૨ અને નાણા વર્ષ ૨૦૨૪ દરમિયાન આ સેગ્મેન્ટની આવકમાં ૪૨ ટકાનો વધારો થયો છે.
(૩) કન્સ્લટન્સી સર્વિસિઝ અને અન્ય (૩ ટકા) : કંપની સિસ્ટમ સ્ટીઝ, ડિઝાઈન એન્જિનિયરીંગ, લોડ ડિસ્પેચ અને પ્રોજેક્ટ ટ્રાન્સમિશન, સબ-ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં મેનેજમેન્ટમાં નિષ્ણાંત છે. જે અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમમાં કોમ્પ્રિહેન્સિવ ટ્રાન્સમિશન કોમ્પ્રિહેન્સિવ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અને નોર્થઈસ્ટર્ન રિજન પાવર સિસ્ટમ ઈમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ જેવા ફ્લેગશિપ પ્રોજેક્ટસનો અમલ કરે છે. ૨૩ દેશોમાં અસ્તિત્વ અને ૧૩૦થી વધુ ઈન્ટરનેશનલ અસાઈન્મેન્ટ સાથે કંપની નૌકાદળ, રેલવે, એનપીટીઆઈ અને આઈપીપીઝ સહિતના ગ્રાહકોને સર્વિસ આપે છે. નાણા વર્ષ ૨૦૨૨થી નાણા વર્ષ ૨૦૨૪ દરમિયાન કંપનીની કન્સલ્ટન્સી સર્વિસિઝ આવકમાં ૧૭ ટકાનો ઘટાડો થયો છે.
ઓર્ડર બુક : કંપની નાણા વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં કુલ ઓર્ડર બુક રૂ.૮૬,૭૦૦ કરોડ હતી. જેમાં રિન્યુએબલ એનજીૅ ઈવેક્યુએશન માટે ૮૦ ટકાથી વધુનો સમાવેશ છે.
ઊભરતા વ્યવસાય ક્ષેત્રો : (૧) રિન્યુએબલ એનજીૅ : કંપનીએ રિન્યુએબલ એનજીૅ ડેવલપરો, ડિસ્ટ્રીબ્યુશન લાઈસન્સિઝ અને બલ્ક ગ્રાહકો માટે બિલ્ડ, ઓન, ઓપરેટ અને મેઈન્ટેન (બીઓઓએમ) મોડેલ પર ટ્રાન્સમિશન પ્રોજેક્ટસ હાથ ધરવાની તકો સક્રિયપણે શોધી રહી છે. મધ્યપ્રદેશના નાગડા ખાતે ૮૫ મેગાવોટ ક્ષમતા ધરાવતો તેનો પ્રથમ ગ્રીડ કનેક્ટેડ સોલાર પીવી પ્રોજેક્ટ કાર્યરત થવાનો છે. (૨) બીઈએસએસ : કંપની બેટરી એનજીૅ સ્ટોરેજ સિસ્ટમ્સ બિઝનેસમાં તકો ખોળી રહી છે. જેની પેટા કંપની પાવરગ્રીડ એનજીૅ સર્વિસિઝ લિમિટેડ (પીઈએસએલ), ઊર્જા મેનેજમેન્ટ, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ, ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રકચર, ઊર્જા સંગ્રહ, સ્માર્ટ ગ્રીડ વગેરે જેવા નવા અને ઊભરતા વ્યવસાય ક્ષેત્રોની સક્રિય રીતે શોધ કરે છે. (૩) ગ્રીન હાઈડ્રોજન : કંપનીનો ગ્રીન હાઈડ્રોજનના ક્ષેત્રમાં પ્રવેશવાનો અને ડેટા સ્ટોરેજ અને પ્રોસેસિંગ ક્ષમતાની વધતી જતી માંગને પહોંચી વળવા માટે ડેટા સેન્ટર્સ વિકસાવવાનો પણ ઉદ્દેશ છે.
નાણાકીય પરિણામ : (૧) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૪૮,૦૦૦કરોડ મેળવીને કરવેરા પૂર્વેનો નફો રૂ.૨૪,૨૦૦ કરોડ અપેક્ષિત થકી ચોખ્ખો નફો રૂ.૧૯,૫૦૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૧ અને બુક વેલ્યુ રૂ.૧૨૦ અપેક્ષિત છે.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) કુલ ઈક્વિટીમાં ૪૪ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી (૩) પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ અપેક્ષિત નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૧ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૨૦ સામે રૂ.૧૦ પેઈડ-અપ શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૨૭૧.૩૦ ભાવે પાવર જનરેશન અને સપ્લાય ઉદ્યોગના સરેરાશ ૨૮ના પી/ઈ સામે ૧૩ના પી/ઇ ટ્રેડ થઈ રહ્યો છે.










