Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ ભયજનક ઈમારતોનું પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે દર વર્ષે ફિઝિકલ સર્વ કરવામાં આવે છે, જે દરમ્યાન ધ્યાનમાં આવેલ તેમજ વોર્ડ ઇજનેર દ્વારા રૂટીન વોર્ડ રાઉન્ડ દરમ્યાન ધ્યાને આવેલ અને મહાનગર પાલિકાને મળેલ જુદી-જુદી અરજીઓ અન્વયે જણાવેલ ભયજનક ગાણાતી ઈમારતો કે ઈમારતના ભાગ માટે જે તે આસામીઓ અને વપરાશકર્તાઓને જી.પી.એમ.સી. એક્ટની કલમ-294 મુજબ નોટીસ ઈસ્યુ કરી આવા ભયજનક અને જર્જરિત ભાગ કે ઈમારતોને સેઈફ સ્ટેજે લાવવા માટે જાણ કરવામાં આવે છે.
આ જાહેર નોટીસથી વર્ષ 2025 ની પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે આવા જામનગર મહાનગરપાલિકાની 48-વિસ્તારમાં આવેલ ભયજનક જર્જરિત ઈમારતો કે ઈમારતોના ભાગમાં રહેઠાણ કરનાર તમામ આસામીઓને તાત્કાલિક બાંધકામને સેઈફ સ્ટેજે લાવી જામનગર મહાનગરપાલિકાના માન્ય સ્ટ્રક્ચર એન્જીનીયર પાસેથી સ્ટેબીલીટી અંગેનું સર્ટીફીકેટ મેળવી ટાઉન પ્લાનીંગ શાખામાં રજુ કરવાનું રહેશે.
અન્યથા કોઈપણ હોનારતને લીધે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે ઈમારતનો ભોગવટો કરનાર આસામી/માલિકની રહેશે, જેની લગત આસામીએ નોંધ લેવાની રહેશે.
શહે૨માં જુદા-જુદા વિસ્તારમાં આસામીઓ ધ્વારા ઈમારતનું રીનોવેશન/રીપેરીંગ, ફ્લોરીંગ ચેન્જ, દિવાલોના આંતરીક ફેરફાર વિગેરે જેવા કામો કે જેમાં વિકાસ પરવાનગી મેળવવાની જરૂરીયાત રહેતી નથી, તેવા કામો સમયાંતરે કરવામાં આવતા હોય છે. આવા કામો મહાનગરપાલિકાના ૨જીસ્ટર્ડ આર્કિટેક્ટના સુપરવિઝનમાં તથા સ્ટ્રક્ચર એન્જીનીયરની યોગ્ય સલાહ મેળવ્યા બાદ જ કરાવવા જરૂરી છે. જેથી કરી બાંધકામના સ્ટ્રક્ચરલ ડેમેજને અટકાવી શકાય તથા જાનહાનિ પણ નિવારી શકાય. આથી તમામ શહેરીજનોને અપિલ કરવામાં આવે છે કે આવા રીનોવેશન/રીપેરીંગ, મકાનની અંદરના આંતરીક ફેરફારો નિષ્ણાતોની સલાહ તથા માર્ગદર્શન હેઠળ જ કરવામાં આવે. ખાસ કરીને ગઢની રાંગની અંદરના વિસ્તારીમાં સનદી બાંધકામોમાં કોઈ પણ આંતરીક ફેરફારો કરતાં પહેલા રજીસ્ટર્ડ ઍન્જીનીયરની સલાહ તથા માર્ગદર્શન મેળવી લઈ તેઓના સુપરવિઝન હેઠળ અન્ય ખાતાના જરૂરી એન.ઓ.સી. મેળવી આવા કામો હાથ ધરવા તેમજ રીનોવેશન રીપેરીંગ કામ ઉપરાંત કોઈપણ બાંધકામમાં અપર ફ્લોર કરતાં સમયે હૈયાત બાંધકામની યોગ્ય સ્ટ્રક્ચરલી ચકાસણી કરાવ્યા બાદ જ ધોરણસરની વિકાસ પરવાનગી મેળવી, મહાનગરપાલિકાના રજીસ્ટર્ડ એન્જીનીય૨ની સલાહ તેમજ સુપરવિઝન હેઠળ જ આવા કામો કરવા સુચના આપવામાં આવે છે.
જામનગર મહાનગરપાલિકાના રજીસ્ટર્ડ આર્કિટેકટ એન્જીનીયરનું લીસ્ટ જામનગર મહાનગરપાલિકાના વેબસાઈટ www.mcjamnagar.com પરથી મેળવી લેવાનું રહેશે.
જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં રહેતા તમામ આસામીઓને પણ પોતાની રહેણાકની આસપાસ જો આવી કોઈ ભયજનક કે જર્જરિત ઈમારતો આવેલ હોય તો ટાઉન પ્લાનીંગ શાખાને તુરંત તેની લેખિતમાં જાણ કરવા સીટી એજીનીયર, ટાઉન પ્લાનીંગ શાખા, જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.