Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાના કમિશ્નરની સુચના અનુસાર જામનગર શહેરના તમામ મુખ્ય માર્ગો પર આવેલ હાઈરાઈઝ/લો-રાઈઝ/કોમર્શીયલ બાંધકામોમાં મંજુર થયેલ પ્લાનમાં નિયત થયેલ પાર્કિંગની જગ્યામાં કરવામાં આવેલ દબાણો આ જાહેર નોટીસથી સાત દિવસમાં દુર કરવા જે-તે બાંધકામધારકોને જાણ કરવામાં આવે છે.
આગામી દિવસોમાં પાર્કિંગના દબાણો દુર કરવા અંગેની ડ્રાઈવ શરૂ કરવાની હોય, તે પહેલા સ્વેચ્છાએ આવા દબાણો દુર કરી આપવાની આ જાહેર નોટીસથી જાણ કરવામાં આવે છે. અન્યથા ડ્રાઈવ દરમ્યાન જો કોઈ દબાણો જોવા મળશે તો તે કોઈપણ જાતની અન્ય નોટીસ આપ્યા વગર સ્થળ પર તાત્કાલિક દુર કરવામાં આવશે તેમજ આ અંગેની તમામ જવાબદારી જે-તે બાંધકામધારકોની રહેશે.