Navsari News: નવસારીના ધરાગીરી ગામ પાસેથી વહેલી પૂર્ણા નદીમાં 4 મહિલાઓ અને 1 પુરૂષ નદીમાં ડૂબ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. નદીમાં કપડાં ધોવા માટે ગયેલી ચાર મહિલાઓ પૈકી એક મહિલા ડૂબવા લાગી હતી. તેને બચાવવા માટે અન્ય મહિલાઓ પણ નદીમાં ઉતરતાં તે પણ ડૂબી ગઇ હતી. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓને બચાવી લેવામાં આવી છે. જ્યારે એક મહિલાનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
મહિલાઓને ડૂબતાં જોઇ સ્થાનિક યુવકે નદીમાં કૂદકો લગાવ્યો હતો પરંતુ તે નદીના પ્રવાહમાં ગુમ થઇ ગયો હતો. મહિલા અને યુવક દિયર-ભાભી હોવાનું જાણવા મળ્યું છે. જોકે નદીના પ્રવાહમાં આ યુવક ગુમ થઇ ગયો હતો. આ દરમિયાન માછીમારોએ તાત્કાલિક પાણીમાં જાળ નાખીને ત્રણ મહિલાઓને બચાવી લીધી હતી અને એક મહિલાનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો. હાલ મૃતદેહને નવસારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
નદી પાસેથી પસાર થઈ રહેલા માછીમારોએ તાત્કાલિક જાળ નાખી ત્રણ મહિલાઓનો જીવ બચાવ્યો. એક મહિલાનું મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું છે અને તેને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.