Maharashtra News : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વ, મુસ્લિમો, રામ મંદિર અને ગુજરાત સહિતનો ઉલ્લેખ કરી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે નાસિકના એક કાર્યક્રમમાં ભાજપની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરની પણ ટીકા કરી છે.
‘મુંબઈને લૂંટી બધુ ગુજરાત મોકલાઈ રહ્યું છે’
ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું છે કે, ભાજપથી અલગ થવા છતાં તેમની હિન્દુત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતામાં કોઈ ઘટાડો થયો નથી. ઠાકરેએ કહ્યું કે, ‘મેં ભાજપથી અલગ થયો છું, પણ હિન્દુત્વથી નહીં.