Chief Minister will Change in Karnataka before December: અહીં ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશનને લઈને કોંગ્રેસના તમામ મોટા નેતાઓ વ્યસ્ત છે, તો કર્ણાટકમાં ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના એક નજીકના MLAએ દાવો કરતાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે કે, ડિસેમ્બર પહેલા રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધાર્થમૈયાની જગ્યાએ નવો ચહેરો જોવા મળશે.
આ પણ વાંચો: VIDEO : જલંધરમાં ભાજપ નેતાના મકાનમાં વિસ્ફોટ, બેની ધરપકડ, લૉરેન્સ-ISI કનેક્શન સામે આવ્યું
કોંગ્રેસના ધારાસભ્ય બસવરાજૂ શિવગંગાએ મંગળવાર દાવો
એક સમાચાર એજન્સી સાથે વાત કરતાં કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય બસવરાજૂ શિવગંગાએ મંગળવાર દાવો કર્યો હતો, કે રાજ્યને ડિસેમ્બર પહેલા એક નવા મુખ્યમંત્રી મળશે. બસવરાજુ ડીકે શિવકુમાર છાવણીના એક અગ્રણી નેતા છે.
‘ડિસેમ્બર પહેલા રાજ્યમાં નવા સીએમ બદલાશે’
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ‘જ્યારે ખૂરશી ખાલી હોય તો કોઈ પણ મુખ્યમંત્રી બની શકે છે. હું આ પહેલા પણ એકવાર કહી ચૂક્યો છું કે, ડિસેમ્બર પહેલા રાજ્યમાં નવા સીએમ બદલવામાં આવશે.’ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદ માટે સતીષ ઝારકીહોલીના નામની ચાલી રહેલી અટકળોને પર કહ્યું કે, આ પદ પર કોઈને પણ નિમણુક કરવામાં આવી શકે છે, પરંતુ હાલમાં તો આ પદ ખાલી છે.
આ પણ વાંચો: યુપીમાં બજરંગ દળના નેતાની હત્યા, ગળું કાપીને પરિવારના સભ્યોએ કરી હત્યા, કારણ ચોંકાવનારું
ઉલ્લેખનીય છે કે, ડીકે શિવકુમાર જ હાલમાં કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષનું પદ સંભાળી રહ્યા છે અને ઘણા લાંબા સમયથી તેમને આ પદ પરથી હટાવવાની ચર્ચા પણ ચાલી રહી છે.