![]()
ધ્રાંગધ્રા –
ધ્રાંગધ્રા શહેરના મયુરનગર વિસ્તારમાં વર્ષો જુની નદી સૂકી
પડી જતા તેમાં રહેલી માછલીઓ જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહી હતી. જેની જાણ
ધ્રાંગધ્રા ખાતે રહેતા જીવદયા પ્રેમી જયેશભાઈ ઝાલા અને ટીમને થતા તાત્કાલિક સ્થળ
પર આવી પહોંચ્યા હતા અને નગરપાલિકા તંત્રને જાણ કરતા પાલિકા તંત્રના ટ્રેક્ટર
બોલાવી સુકી નદીમાંથી અંદાજે ૩૦૦થી વધુ માછલીઓને એકત્ર કરી ફલકુ નદીના વહેતા
પાણીના પ્રવાહમાં છોડી મૂકી તમામ માછલીઓનો જીવ બચાવી માનવતા સાથે જીવદયાનું અનોખું
ઉદાહરણ પૂરું પાડયું હતું.










