Waqf Amendment Bill : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે વક્ફ બિલનું સમર્થન કરી ભારે મુશ્કેલીમાં મુકાયા હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. લોકસભામાં લાંબી ચર્ચા-વિચારણા અને મતદાન બાદ વક્ફ બિલ કાયદો બની ગયો છે, પરંતુ બિલનું સૌથી વધુ સમર્થન કરનારા નીતીશ કુમાર મોટી નુકસાનીનો સામનો કરી રહ્યા છે. વાસ્તવમાં બિલનો વિરોધ કરનારાઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા છે, જેમાં નીતીશના ખાસ JDU નેતાનો પણ સમાવેશ થાય છે.
JDUના નેતાએ વક્ફના વિરુદ્ધમાં સુપ્રીમમાં અરજી કરી
વિપક્ષી પાર્ટીઓ ઉપરાંત JDUના મુસ્લિમ નેતા હાજી મોહમ્દ પરવેઝ સિદ્દિકી (Haji Mohammad Parvez Siddiqui)એ વક્ફ સંશોધન બિલના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેઓ રાષ્ટ્રીય લઘુમતી અનામત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. સિદ્દીકી નીતીશના વક્ફ અંગેના વલણથી નારાજ થયા છે અને તેમણે પક્ષના અભિપ્રાયથી અસંતોષ વ્યક્ત કરી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
આ પણ વાંચો : દિલ્હીમાં કેજરીવાલે જે નેતાની ટિકિટ કાપી, તેને ગુજરાતમાં સોંપી મોટી જવાબદારી
‘નીતીશ કુમારે કઈ પરિસ્થિતિના કારણે બિલનું સમર્થ કર્યું’
પરવેઝ સિદ્દીકીએ કહ્યું કે, હું જેડીયુ માટે ઘણા વર્ષોથી કામ કરી રહ્યો છું. નીતીશ કુમારે વક્ફ બિલનું સમર્થ કરીને ખોટું કર્યું છે. મને સમજાતું નથી કે, સીએમ નીતીશ કુમારે (CM Nitish Kumar) કઈ પરિસ્થિતિના કારણે બિલનું સમર્થ કર્યું. મેં નીતીશ કુમારને મારા નિર્ણયની જાણ કરી છે. હું આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં લડીશ. હું જેડીયુમાં રહીને આ લડાઈ ચાલુ રાખીશ.
JDU પાર્ટીના મુસ્લિમ નેતાઓ નીતીશના નિર્ણયથી નારાજ
વક્ફ સંશોધન બિલ બીજી એપ્રિલે લોકસભામાં અને ત્રીજી એપ્રિલે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જે બંને જગ્યાએથી પસાર થયું છે અને ચોથી એપ્રિલે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તે કાયદો બની ગયો છે. વિપક્ષની સાથે JDU પાર્ટીના મુસ્લિમ નેતાઓ આ બિલથી નારાજ છે. તેમનું કહેવું છે કે મુસ્લિમ સમુદાય ડરી ગયો છે. વિશ્વાસ તૂટી ગયો છે. નેતાઓનું કહેવું છે કે, સરકાર સમાજના કોઈ ચોક્કસ વર્ગને નારાજ કરવા માટે ચલાવવામાં આવતી નથી. જો આ કાયદો મુસ્લિમ સમુદાયના કલ્યાણ માટે છે તો તેમની સાથે ન્યાય થવો જોઈએ.
આ પણ વાંચો : જલંધરમાં ભાજપ નેતાના મકાનમાં વિસ્ફોટ, બેની ધરપકડ, લૉરેન્સ-ISI કનેક્શન સામે આવ્યું