– અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર
– ડભોઈથી ટ્રકમાં મકાઈની બોરીઓ ભરી અમદાવાદ જતી હતી : 4 કિ.મી. વાહનોની લાઈનો
નડિયાદ : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક ગઈકાલે રાત્રે ટાયર ફાટતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જેથી હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો. હાઈવે પેટ્રોલિંગ વાન અને નડિયાદ ટાઉન પોલીસે ઘટના સ્થળે જઈ ટ્રાફિક રાબેદામુજબ શરૂ કરાયો હતો.
ડભોઇથી એક ટ્રક સોમવારે મકાઈ ભરીને અમદાવાદ જઈ રહી હતી. ટ્રક અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતી હતી. ત્યારે નડિયાદ ટોલનાકા નજીક અચાનક ટ્રકનું ટાયર ફાટતા ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી. જેથી ટ્રકમાં ભરેલી મકાઈની ગુણો રોડ ઉપર વેર વિખેર થઈ ગઈ હતી. જેથી હાઇવે પરનો ટ્રાફિક ચક્કા જામ થઈ ગયો હતો. મકાઈ ભરેલી ટ્રક પલટી જતા નડિયાદથી આણંદ તરફ ત્રણથી ચાર કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જોકે, અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ બનાવની જાણ થતા હાઇવે પેટ્રોલિંગ વાન તેમજ નડિયાદ ટાઉન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ રોડ ખુલ્લો કરતાં ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરાયો હતો. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસ મથકમાં કોઈ ફરિયાદ નોંધાઇ નથી.