– ઝાંસી, પ્રયાગરાજ સહિતના સ્ટેશન પર ટ્રેન ઉભી રહેશે
– ટ્રેનની ટિકિટ બૂકિંગનો આજથી પ્રારંભ
ભાવનગર : મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસને ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી આસનસોલ સુધી વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.
ભાવનગરના ડીસીએમ અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર ૦૯૨૦૫ પોરબંદર – આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન તા. ૧૦-૪ને ગુરુવારે અને તા. ૧૭-૪ને ગુરુવારે પોરબંદર સ્ટેશનથી સવારે ૦૮.૫૦ કલાકે ઉપડશે અને શનિવારે સવારે ૬.૪૫ કલાકે આસનસોલ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નં. ૦૯૨૦૬ આસનસોલ-પોરબંદર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન તા. ૧૨-૪ને શનિવારે અને તા. ૧૯-૪ને શનિવારે આસનસોલ સ્ટેશનથી ૧૭.૪૫ કલાકે ઉપડશે અને સોમવારે ૧૩.૪૫ કલાકે પોરબંદર પહોંચશે.
આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન માર્ગમાં ભાણવડ, લાલપુર જામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જં., વિરમગામ જં., અમદાવાદ, આણંદ જં., છાયાપુરી, ગોધરા જં., રતલામ, નાગદા જં., ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના જં., લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ગોવિંદપુરી, પ્રયાગરાજ જં., મિર્ઝાપુર, પં. દીન દયાલ ઉપાધ્યાય જં., સાસારામ, ગયા, કોડરમા અને ધનબાદ જં. સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેન નં. ૦૯૨૦૫ માટે ટિકિટ બુકિંગ પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર તા. ૯-૪ને બુધવારથી પ્રારંભ થશે.