– નડિયાદમાં દાંડી માર્ગ પર ઠેર ઠેર
– પાર્કિંગની વ્યવસ્થા નહીં હોવાથી રોડ પર વાહનોના ખડકલાથી વારંવાર ટ્રાફિકજામથી હાલાકી
નડિયાદ : નડિયાદમાં દાંડી માર્ગ પર આવેલા કોમ્પલેક્સમાં નકશા વિરૂદ્ધ ગેરકાયદે ભોયતળિયામાં દુકાનો બાંધી દેવાઈ છે. બિલ્ડિંગોમાં પાર્કિંગની વ્યવસ્થા નહીં હોવાના લીધે લોકો વાહનો રોડ પર પાર્કિંગ કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે.
નડિયાદમાં ડભાણ ચોકડીથી શરૂ થતો દાંડી માર્ગ મિશન રોડ થઈ બસ સ્ટેન્ડ અને સંતરામ રોડ, વાણિયાવાડ તેમજ ઉતરસંડા રોડ તરફ જાય છે. આ નડિયાદ શહેરનો મુખ્ય રોડ છે. રોડ પર આવેલા મોટાભાગના કોમ્પલેક્ષમાં ગેરકાયદે રીતે ભોંયતળિયામાં નક્શા વિરુદ્ધ દુકાનો બાંધી દેવાઈ છે. આવા કોમ્પલક્ષ સામે નડિયાદ નગરપાલિકા દ્વારા અત્યાર સુધી કાર્યવાહી કરાઈ નહોતી, હવે મનપા દ્વારા પણ આ બાબતને ધ્યાને લેવાઈ નથી. પરીણામે આ આખા દાંડી માર્ગ પરના મોટાભાગના કોમ્પલેક્ષોમાં ભોંયતળિયે દુકાનો બાંધી દેવાતા પાકગની કોઈ વ્યવસ્થા નથી. કોમ્પલેક્ષમાં આવતા તમામ લોકો પાકગ જાહેર રોડ પર કરી રહ્યા છે. જેથી આખા દાંડી માર્ગ પર પાકગનો વિશાળ પ્રશ્ન ઉભો થયો છે. લોકો આડેધર વાહનો રોડ પર મુકતા હોવાથી રોડ સાંકડો થઈ જતા ટ્રાફિકજામ થઈ જાય છે. ત્યારે શહેરભરના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે મનપા સહિતના જવાબદાર તંત્રએ આ અંગે ચોક્કસ કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠી છે. ભોયતળિયે બનાવેલી દુકાનોના બદલે પાકગની વ્યવસ્થા ઉભી કરાવાય તો ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ શક્ય હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
રેલવે સ્ટેશન પાસેના કોમ્પલેક્ષમાં તો વન-વે રોડ છે
નડિયાદ રેલવે સ્ટેશન પાસે બનેલા નવા કોમ્પલેક્સની બહારનો શ્રેયસ ગરનાળાથી શરૂ થઈ અને રેલવે સ્ટેશન તરફ આવતો રોડ વન-વે છે. જેથી ત્યાં ટ્રાફિકની કોઈ મોટી સમસ્યા નથી. માત્ર ગેરકાયદે ચાલતા પાકગ સ્ટેન્ડનને બંધ કરવામાં આવે તો નિરાકરણ આવે તેમ છે.