![]()
Vadodara : વડોદરા શહેરના ઉત્તર વિસ્તારમાં બાજવા-ગોરવાને જોડતો બિસ્માર જાહેર રસ્તો પાકો બનાવવા મંજુર થવા છતાં તંત્ર દ્વારા માત્ર કપચી-રોડા નાખી દીધા બાદ બે દિવસથી કામગીરી બંધ થઈ જવાથી લોક આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.
બાજવા-ગોરવાનો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાય વખતથી ખાડા સહિત ખખડધજ હાલતમાં હતો. પંચાયત તંત્ર દ્વારા આ રોડ રસ્તો બનાવવાનું કામ મંજુર થયું હતું. આમ છતાં છેલ્લા બે દિવસથી આ જાહેર રોડ રસ્તા પર પંચાયત તંત્ર દ્વારા કપચી-રોડા નાખીને કામગીરી આકસ્મિક રીતે બંધ કરી દેવાય છે. જેથી વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ભભૂકી ઉઠેલા લોક આક્રોશ દ્વારા આ રોડ રસ્તાની કામગીરી વહેલી તકે પૂરી કરવા માંગ કરી છે. તંત્રને માત્ર કામગીરી મંજૂરી કરાવવામાં જ રસ હોવાનો આક્ષેપ પણ લોકોએ કર્યો હતો.










