gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેકસ 86055 અને નિફટી 26310 ઓલટાઈમ હાઈને સ્પર્શ્યા | Sensex hits all time high of 86055 and Nifty…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in Business
0 0
0
સેન્સેકસ 86055 અને નિફટી 26310 ઓલટાઈમ હાઈને સ્પર્શ્યા | Sensex hits all time high of 86055 and Nifty…
1
VIEWS
Share on FacebookShare on Twitter

શેરબજારમાં નવો ઈતિહાસઃ બેન્ચમાર્ક ઈન્ડેક્સે  ઈન્ટ્રાડેમાં નવી ટોચ દર્શાવી 

મુંબઈ : શુક્રવારે જાહેર થનારા દેશના જીડીપી ડેટા, અમેરિકા-ભારત વેપાર કરાર પર ચર્ચા, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા શરૂ થયેલી ધીમી ગતિની લેવાલી તથા આવતા સપ્તાહે મળનારી રિઝર્વ બેન્કની બેઠક પહેલા ભારતીય શેરબજારના મુખ્ય ઈન્ડાઈસિસે આજે નવીં ઊંચી સપાટી દર્શાવી હતી. ઘરઆંગણે વ્યાજ દરમાં કોઈપણ ઘટાડો ઉપભોગ માગમાં વૃદ્ધિ કરાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વ  દ્વારા વ્યાજ દર ઘટાડાશે તો વિદેશી રોકાણ પ્રવાહ ભારત તરફ ફરી શરૂ થવાની પણ આશા રખાઈ રહી છે. સેન્સેકસે ૮૬૦૦૦ની સપાટી પાર કરી હતી જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસે ૨૬૩૧૦ની નવી વિક્રમી સપાટી દર્શાવી હતી. જોકે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા સુધારો ધોવાઈ ગયો હતો અને મુખ્ય ઈન્ડાઈસિસ વિક્રમી સપાટીએથી યુ ટર્ન લીધો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ નીચામાં ૨૬૧૪૧.૯૦ અને ઉપરમાં ૨૬૩૧૦.૪૫ થઈ છેવટે ૧૦.૨૫ વધી ૨૬૨૧૫ બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેકસ ઉપરમાં ૮૬૦૫૫.૮૬ અને નીચામાં ૮૫૪૭૩.૮૫ થઈ છેવટે ૧૧૦.૮૭ પોઈન્ટના સુધારા સાથે ૮૫૭૨૦.૩૮ બંધ રહ્યો હતો. બેન્ક તથા આઈટી શેરોમાં આકર્ષણ ટકી રહ્યું હતું જ્યારે મેટલ, ઓટો તથા રિઅલ્ટમાં નરમાઈ જોવા મળી હતી. 

ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડા બાદ સપ્ટેમ્બર તથા ઓકટોબરમાં વાહનોના વેચાણમાં જોવા મળેલી જોરદાર વૃદ્ધિ બાદ ઓટો શેરોમાં તાજેતરમાં આવેલા ઉછાળા  પછી  પ્રોફિટ બુકિંગ જોવાઈ રહ્યું છે. ટીવીએસ મોટર રૂપિયા ૨૦.૬૦ ઘટી રૂપિયા ૩૫૧૮, બજાજ ઓટો રૂપિયા ૧૪૧.૫૦ ઘટી રૂપિયા ૯૦૨૨.૫૦, ટીએમપીવી રૂપિયા ૧.૪૫ ઘટી રૂપિયા ૩૫૭.૮૦એમએન્ડએમ રૂપિયા ૫.૨૦ ઘટી રૂપિયા ૩૬૮૧.૨૦ બંધ રહ્યો હતો. જો કે અશોક લેલેન્ડ લેવાલીના જોરે ૧૬૨ની ઓલટાઈમ હાઈ બતાવી છેવટે રૂપિયા ૧૦ના વધારા સાથે રૂપિયા ૧૫૯.૭૫ બંધ આવ્યો હતો. 

બેન્ક શેરોમાં મિશ્ર પ્રવાહ

આવતા સપ્તાહે મળી રહેલી રિઝર્વ બેન્કની બેઠક પહેલા બેન્ક શેરોમાં મિશ્ર ચાલ રહી હતી.  ફુગાવો ઘટતા રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ રેપો રેટમાં ઘટાડો કરશે તેવી ધારણાંએ પસંદગીના બેન્ક શેરોમાં લેવાલી રહી હતી. આઈસીઆઈસીઆઈ બેન્ક રૂપિયા ૧૭.૨૦ વધી રૂપિયા ૧૩૯૨.૨૦, કેનેરા બેન્ક રૂપિયા ૧.૬૦ વધી રૂપિયા ૧૫૧.૭૬, ઈન્ડસઈન્ડ બેન્ક રૂપિયા ૬.૭૫ વધી રૂપિયા ૮૫૭.૪૫ બંધ રહ્યા હતા.  એસબીઆઈ રૂપિયા ૧૧ ઘટી રૂપિયા ૯૭૨.૮૫, ફેડરલ બેન્ક રૂપિયા ૧.૫૦ ઘટી રૂપિયા ૨૫૪.૮૭ બંધ રહ્યો હતો. 

આઈટી શેરોમાં આકર્ષણ

અમેરિકામાં વ્યાજ દર ઘટવાની શકયતા વધી રહી છે ત્યારે ઘરઆંગણેની પસંદગીની આઈટી કંપનીઓમાં રોકાણકારોનું આકર્ષણ રહ્યું હતું. ઈન્ફોસિસમાં બાયબેકની મુદત પૂરી થઈ છે. ભાવ રૂપિયા ૮.૫૦ વધી રૂપિયા ૧૫૬૬.૪૦,  બંધ રહ્યો હતો. ટીસીએસ રૂપિયા ૨૬.૩૦ ઘટી રૂપિયા ૩૧૩૬.૮૦, ટેક મહિન્દ્રા રૂપિયા ૧૦.૬૦ ઘટી રૂપિયા ૧૫૦૯.૮૦  બંધ રહ્યો હતો. 

હેવીવેઈટ શેરોની મિશ્ર ચાલ

બીએસઈ સેન્સેકસે ગુરુવારે ઓલટાઈમ હાઈ સપાટી દર્શાવ્યા બાદ શેરોમાં સત્રના અંતે મિશ્ર સ્થિતિ જોવા મળી હતી. એચયુએલ રૂપિયા ૨૫.૫૫ વધી રૂપિયા ૨૪૫૧.૧૦, લારસન રૂપિયા ૨૦.૫૫ વધી રૂપિયા ૪૦૮૧.૬૫, આઈટીસી રૂપિયા ૧.૭૦ વધી રૂપિયા ૪૦૩.૯૫ તથા સન ફાર્મા રૂપિયા ૫.૮૦ વધી રૂપિયા ૧૮૧૦.૬૫ બંધ રહ્યો હતો. રિલાયન્સ રૂપિયા ૬.૨૦ ઘટી રૂપિયા ૧૫૬૩.૫૫,  ભારત ઈલે. રૂપિયા ૨.૦૦ ઘટી રૂપિયા ૪૧૩.૦૫, ભારતી એરટેલ રૂપિયા ૧૧.૧૫ ઘટી રૂપિયા ૨૧૧૫.૯૫ જ્યારે  ટાટા સ્ટીલ રૂપિયા ૧.૬૫ ઘટી રૂપિયા ૧૬૮.૧૦ બંધ રહ્યો હતો. 

ઓઈલ શેરો દબાણ હેઠળ

ક્રુડ ઓઈલના પૂરવઠામાં વધારો થવા સાથે ભાવ દબાણ હેઠળ આવી જવાના વરતારાએ બીએસઈ પર  ઓઈલ સ્ટોકસ દબાણ હેઠળ આવી ગયા હતા. ઓઈલ ઈન્ડિયા રૂપિયા ૬.૨૦ ઘટી રૂપિયા ૪૧૭.૧૦, ઓએનજીસી રૂપિયા ૩.૬૦ ઘટી રૂપિયા ૨૪૪, આઈઓસી રૂપિયા ૧.૭૫ ઘટી રૂપિયા ૧૬૩.૭૫, બીપીસીએલ રૂપિયા ૨.૬૦ ઘટી રૂપિયા ૩૬૪.૯૫ તથા હિન્દ પેટ્રો રૂપિયા ૨.૭૦ ઘટી રૂપિયા ૪૬૩.૨૫ બંધ રહ્યા હતા. બીએસઈ ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેકસ ૨૪૦ પોઈન્ટ તૂટયો હતો. 

સેન્સેકસ ઓલટાઈમ હાઈ છતાં રોકાણકારોની સંપતિમાં રૂ. ૦.૫૯ લાખ કરોડનો ઘટાડો

સેન્સેકસે ગુરુવારે ૮૬૦૦૦થી ઉપરની ટોચ બતાવી છતાં બીએસઈ પર રોકાણકારોની સંપતિમાં  ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ રૂપિયા ૪૭૪.૯૨ લાખ કરોડ પરથી રૂપિયા ૦.૫૯ લાખ કરોડ ઘટી રૂપિયા ૪૭૪.૩૩ લાખ કરોડ રહી હતી. બીએસઈ પર માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. ૧૯૩૬ શેરના ભાવ  વધ્યા હતા જ્યારે ૨૨૨૦ના ઘટયા હતા. ૧૮૫ શેરના ભાવ સ્થિર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
દારૃબંધીના લીરેલીરા! કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાંથી જ દારૃની ખાલી બોટલો મળી | Liquor ban in full swi…

દારૃબંધીના લીરેલીરા! કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાંથી જ દારૃની ખાલી બોટલો મળી | Liquor ban in full swi...

પાટડીમાં વિરમગામ રોડ પર ખુલ્લી ગટરની સમસ્યાથી હાલાકી | Open drain problem on Viramgam Road in Patdi

પાટડીમાં વિરમગામ રોડ પર ખુલ્લી ગટરની સમસ્યાથી હાલાકી | Open drain problem on Viramgam Road in Patdi

2025માં DIIની ઈક્વિટીમાં ખરીદીનો આંક રૂપિયા સાત લાખ કરોડને પાર | DII’s equity buying to cross Rs 7 l…

2025માં DIIની ઈક્વિટીમાં ખરીદીનો આંક રૂપિયા સાત લાખ કરોડને પાર | DII's equity buying to cross Rs 7 l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં બસ અધવચ્ચે ઊભી ના રાખતા મહિલાએ ડ્રાઈવરને લાફા ઝીંક્યા, માથામાં મોબાઈલ માર્યો; ઘટના CCTVમાં ક…

સુરતમાં બસ અધવચ્ચે ઊભી ના રાખતા મહિલાએ ડ્રાઈવરને લાફા ઝીંક્યા, માથામાં મોબાઈલ માર્યો; ઘટના CCTVમાં ક…

5 months ago
જાપાન મિત્ર ભારતને ફ્રીમાં આપશે બે બુલેટ ટ્રેન! જાણો કયા રૂટ પર ક્યારે દોવાડાશે આ ટ્રેન | Mumbai Ahm…

જાપાન મિત્ર ભારતને ફ્રીમાં આપશે બે બુલેટ ટ્રેન! જાણો કયા રૂટ પર ક્યારે દોવાડાશે આ ટ્રેન | Mumbai Ahm…

1 year ago
અમદાવાદમાં 5524 મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા કેમ્પ, ડ્રાફ્ટ યાદીમાં નામ ઉમેરો-સુધારો કરાવી શકાશે…

અમદાવાદમાં 5524 મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા કેમ્પ, ડ્રાફ્ટ યાદીમાં નામ ઉમેરો-સુધારો કરાવી શકાશે…

6 months ago
જામનગરના જામજોધપુરમાં પરપ્રાંતિય શ્રમિક મહિલાનું ચારિત્ર્યની શંકાના કારણે પતિએ કાસળ કાઢી નાખ્યું | J…

જામનગરના જામજોધપુરમાં પરપ્રાંતિય શ્રમિક મહિલાનું ચારિત્ર્યની શંકાના કારણે પતિએ કાસળ કાઢી નાખ્યું | J…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News