gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શીલજમાં 35 વર્ષથી રામભરોસે ચાલે છે ‘શ્વાન રોટલા કેન્દ્ર’, અમદાવાદમાં શ્વાનની અનેક જમીનો થઈ ગઈ અદ્રશ્…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
શીલજમાં 35 વર્ષથી રામભરોસે ચાલે છે ‘શ્વાન રોટલા કેન્દ્ર’, અમદાવાદમાં શ્વાનની અનેક જમીનો થઈ ગઈ અદ્રશ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : ​અમદાવાદ શહેરની પશ્ચિમે આવેલા શીલજ ગામમાં છેલ્લા 35 વર્ષથી શ્વાન રોટલા કેન્દ્ર ધમધમી રહ્યું છે. જ્યાં પાંચથી સાત બહેનો ભેગી મળીને સવારે આઠ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી લગભગ 20થી 22 કિલોગ્રામ લોટના રોટલા વિવિધ વિસ્તારના કૂતરાઓ માટે બનાવે છે. જેમાં વિવિધ વિસ્તારોમાંથી અનેક લોકો આવીને રોટલા લઈ જઈને ગાય અને શ્વાનોને ખવડાવીને ધન્યતા અનુભવે છે. શ્વાન રોટલા કેન્દ્રની સેવાની કામગીરીને જોતાં કેટલાંક લોકોએ શ્વાનની સેવા માટે આપેલી જમીન માફિયાઓ ખાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. 

35 વર્ષથી શ્વાન રોટલા કેન્દ્ર યથાવત

મળતી માહિતી મુજબ, અમદાવાદના શીલજ વિસ્તારમાં વર્ષોથી ચાલી આવતા શ્વાન રોટલા કેન્દ્ર ખાતે બહેનો દ્વારા રોજના એક મણ બાજરી-ઘઉંના લોટના રોટલા બનાવીને સેવા કરવામાં આવે છે. ઘણાં વર્ષોથી શ્વાન માટે ચાલતી રોટલા કેન્દ્રની નિઃસ્વાર્થ સેવા ધ્યાને આવતા અમુક લોકોએ શ્વાન માટે જમીન આપી હતી. જોકે, હાલના સમયે જમીનના ભાવમાં વધારો થતાં શ્વાનની સેવા માટે અપાયેલી અનેક જમીનો માફિયાઓ ખાઈ ગયા છે. 

શ્વાન કેન્દ્રના આયોજકે શું કહ્યું?

​જીવદયા પ્રેમી અને શ્વાન કેન્દ્રના આયોજક વિજયાબેન ભીખાબેન પટેલે જણાવ્યું હતું કે, ‘મારું પિયર જામનગર છે, અત્યારે મારી ઉંમર 63 વર્ષની છે. મારા ફળિયામાં રોજ બે-ત્રણ કિલોગ્રામ લોટના રોટલા બનાવીને અમે શ્વાનોને ખવડાવવા જતા હતા. બાદમાં સેવાના આ કાર્યમાં અમારી સાથે અન્ય લોકો પણ જોડાયા. આ પ્રવૃત્તિ ગામના લોકોના ધ્યાને આવતા તેમણે મદદ કરીને ગામમાં એક જગ્યા આપી હતી.’

શીલજમાં 35 વર્ષથી રામભરોસે ચાલે છે 'શ્વાન રોટલા કેન્દ્ર', અમદાવાદમાં શ્વાનની અનેક જમીનો થઈ ગઈ અદ્રશ્ય 2 - image

તેમણે વધુમાં કહ્યું કે, ‘ગામ લોકોએ આપેલી જગ્યા પર અમે લગભગ 25 વર્ષ શ્વાન માટે રોટલા કેન્દ્ર ધમધમતુ રાખ્યું. જ્યારે હવે ગામની ભાગોળે આ નવી જગ્યા આપી છે ત્યાં અમે છેલ્લા 4 વર્ષથી સેવા કાર્ય કરી રહ્યા છીએ. કોરોના કાળમાં એક દિવસ પણ અમારી કામગીરી બંધ રહી નહોતી. જે લોકો તૈયાર રોટલા લેવા આવતા તેઓ અમને લોટ કે લોટ ખરીદવા માટેનું ડોનેશન આપતા. અમે બાજરી અને ઘઉના લોટના રોટલા સવારથી જેમ-જેમ બનાવવાનું શરુ કર્યું, તેમ-તેમ નજીક અને નારણપુરા, નાંદોલી, વડસર, રાંચરડા સહિત અનેક સ્થળોએથી લોકો આવતા અને શ્વાન કે ગાયને ખવડાવવા માટે રોટલા લઈ જાય.’

પૂનમ પહેલા સેવાભાવી લોકો લાડુ બનાવવા માટે કેન્દ્રમાં ઘીનો ડબ્બો અને ગોળ સાથે ઘઉંનો કરકરો લોટ આપી જાય. આમ ગમે તેવો વરસાદ, ટાઢ કે તડકો હોય પરંતુ રોટલા કેન્દ્ર ક્યારેય બંધ રહેતું ન હતું. 

આ પણ વાંચો: પોંકને લાગ્યું પ્રદૂષણનું ગ્રહણ: સુરતમાંથી પોંકની મીઠાશ થઈ રહી છે દૂર, ઓલપાડ-બારડોલી નવું ડેસ્ટિનેશન

જોકે, હાલ ચાંદખેડા- મોટેરા વગેરે વિસ્તારોમાં આજે પણ આવા શ્વાનના નામે કેટલીક જમીનો 7/12માં પણ નોંધાયેલી છે, જેના ધ્વારા થતી ઉપજમાંથી આવી સેવા પ્રવૃતિઓ અગાઉ મોટા પાયે થતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી જમીનોના ભાવો ઉચકાવાની સાથે આવી સંખ્યાબંધ જમીનો પણ અદ્રશ્ય થઈ ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
GPSCએ વિવિધ 378 જગ્યા પર ભરતીની કરી જાહેરાત, આવતીકાલથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે | GPSC has announced …

GPSCએ વિવિધ 378 જગ્યા પર ભરતીની કરી જાહેરાત, આવતીકાલથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે | GPSC has announced ...

VIDEO : જમ્મુ-કાશ્મીરમાં જૈશના આતંકી અડ્ડા પર પોલીસ ત્રાટકી, એકની ધરપકડ, ખતરનાક હથિયારો-વિસ્ફોટકો જપ…

VIDEO : જમ્મુ-કાશ્મીરમાં જૈશના આતંકી અડ્ડા પર પોલીસ ત્રાટકી, એકની ધરપકડ, ખતરનાક હથિયારો-વિસ્ફોટકો જપ...

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રીપ્રકાશ જાયસ્વાલનું નિધન, પાર્ટીના નેતાઓએ શોક વ…

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રીપ્રકાશ જાયસ્વાલનું નિધન, પાર્ટીના નેતાઓએ શોક વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઓપરેશન કારાવાસ’ હેઠળ વડોદરા પોલીસે એક વર્ષમાં 650માંથી 189 ગુનેગારોને ઝડપી પાડ્યા | Under ‘Operatio…

‘ઓપરેશન કારાવાસ’ હેઠળ વડોદરા પોલીસે એક વર્ષમાં 650માંથી 189 ગુનેગારોને ઝડપી પાડ્યા | Under ‘Operatio…

9 months ago
અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

5 months ago
‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થતાં સંસદમાં 10 કલાક થશે ચર્ચા, PM મોદી પણ ભાગ લેશે | Vande Mataram 10…

‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થતાં સંસદમાં 10 કલાક થશે ચર્ચા, PM મોદી પણ ભાગ લેશે | Vande Mataram 10…

10 months ago
નિસાર સેટેલાઇટ ત્રણ મહિના બાદ આજે સંશોધન શરૂ કરશે : વૈજ્ઞાનિક ઉપકરણોનું પરીક્ષણ સફળ

નિસાર સેટેલાઇટ ત્રણ મહિના બાદ આજે સંશોધન શરૂ કરશે : વૈજ્ઞાનિક ઉપકરણોનું પરીક્ષણ સફળ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News