Punjab IED Blast : પંજાબમાં ભારત-પાકિસ્તાન સરહદ પર આજે (9 એપ્રિલ) આઈઈડી બ્લાસ્ટ થયો છે, જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના એક જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રાજ્યના ગુરુદાસપુર જિલ્લાના દોરંગલા ગામ પાસે આ ઘટના બન્યા બાદ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીએસએફએ સરહદના 553 કિલોમીટર એરિયા પરના તમામ જવાનો અને પોઈન્ટોને સાવચેત કરી દીધા છે.
બ્લાસ્ટ સ્થળની આસપાસ ખેતી કરવા પર પ્રતિબંધ
જ્યાં ભયાનક બ્લાસ્ટ થયો છે, તેની આસપાસ ખેતી કરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.