Tahawwur Rana’s Extradition To India: મુંબઈના 26/11 આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણા હવે થોડી કલાકોમાં ભારત પહોંચી જશે. અમેરિકાનું એક વિશેષ વિમાનમાં ભારતીય અધિકારી તહવ્વુર રાણાને લઈને રવાના થઈ ચૂક્યું છે. માહિતી અનુસાર, આજે સાંજે 7:10 વાગ્યે આ વિમાને અમેરિકાથી ઉડાન ભરી હતી.
મળતી માહિતી અનુસાર, ભારત પહોંચતા જ NIA તેની ઔપચારિક રીતે ધરપકડ કરી લેશે. આ ઘટનાક્રમથી પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય પ્રેશર વધવાની શક્યતા છે, કારણ કે રાણાને લશ્કર-એ-તૈયબા અને ISIથી જોડવામાં આવી રહ્યો છે.