Vadodara : વડોદરાના ગોત્રી રોડ પર આવેલી રામા ઈલીના કો. ઓપરેટિવ સોસાયટીની દિવાલ બિલ્ડરે તોડી પાડ્યાના આક્ષેપો કરીને સુરક્ષાના પ્રશ્નો સર્જાયા હોવાનું જણાવી સ્થાનિક રહીશોએ વિરોધ કરી દિવાલ આપવાની માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગોત્રી વુડા રોડ પર રામા ઇલીના કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી છે. જેની ચારે બાજુએ સુરક્ષા માટે દિવાલ બનાવવામાં આવી છે. સોસાયટીની બાજુમાં ખુલ્લો પ્લોટ છે જ્યાં બિલ્ડર દ્વારા હોસ્પિટલ બનાવવાનો પ્લાન કરાયો છે. પરિણામે સોસાયટીના સભ્યોએ જણાવ્યું હતું કે કોમર્શિયલ હેતુ માટે બાંધકામ થતું હોય તો તેની ચારે બાજુએ જગ્યા રાખવી જરૂરી હોય છે. છતાં પણ બિલ્ડર અને તેના મળતીયા જેસીબી સાથે એકાએક ઘસી આવ્યા હતા અને કોઈ પણ જાતની સૂચના વિના બપોરના સમય અગાઉ દિવાલ તોડી પાડી હોવાના આક્ષેપ કર્યા હતા. પરિણામે સોસાયટી માટે હવે સુરક્ષાનો પ્રશ્ન ઉભો થયો હોવાનું જણાવી લક્ષ્મીપુરા પોલીસને આ બાબતે જાણ કરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
બાજુના પ્લોટમાં હોસ્પિટલ બનાવે તેની સામે કોઈ વાંધો નથી પરંતુ રામા-ઇલીના સોસાયટીના સભ્યોએ અગાઉ બિલ્ડરને નોટિસ આપી હતી છતાં પણ દીવાલ તોડી નાખી છે.