દોઢ મહિના પહેલાની ઘટનામાં પોલીસે છેક હવે ફરિયાદ નોંધી
‘મરા મેડમ અને સર માનસિક ટોર્ચર દીધે રાખે છે, એને સજા મળવી જોઈએ..’ એવો આપઘાત પહેલાનો યુવાનના મોબાીલ ફોનમાંથી વીડિયો મળ્યો
ઉપલેટા: ઉપલેટામાં દોઢ મહિના પહેલાઆપઘાત કરી લેનાર વિદ્યાર્થી યુવાને ડુમીયાણી આઈ.ટી.આઈ.નાં શિક્ષક અને શિક્ષિકાના ત્રાસથી કંટાળીને જિંદગી ટૂંકાવ્યાનો તેનો સ્યુસાઈટ નોટ જેવો વીડિયો મોબાઈલ ફોનમાંથી મળતા ઉહાપોહ મચી ગયો છે. જો કે, મૃતક યુવાનનાં પિતાએ અનેક વખત પોલીસ સ્ટેશનના ધક્કાખાધા બાદ છેક હવે પોલીસે ફરિયાદ નોંધી હોવાના આક્ષેપથી ચકચાર જાગી છે.
ઉપલેટા રહેતા અને ડુમિયાણી ખાતેની આઈ.ટી.આઈ.માં વાયરમેનનો કોર્સ કરતા ૧૯ વર્ષીય ધાર્મિક રાજેશભાઈ ભાસ્કર નામના યુવકે ગત તા. ૫.૨.૨૦૨૫નાં રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાય આપઘાત કર્યો હતો. આ મામલે પિતાએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદાવી છે. જેમાં લખાયું છે કે, છેલ્લા આઠેક માસથી ધાર્મિક આઈ.ટી.આઈ. ઉપલેટા(ડુમીયાણી) ખાતે અભ્યાસ કરવા જતો હતોઅને તા.૫.૦૨.૨૦૨૫ ના રોજ પોતાની ઘરે ઉપરના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ઉપલેટાપોલીસે આકસ્મિક મોતથી નોંધ કરી હતી. ત્યારબાદ મૃતક ધાર્મિકના મોબાઈલ ફોનમાં તપાસ કરતાતેણે ગળાફાંસો ખાધેલ તે પહેલા વિડિયો તથા ફોટા પાડેલા હતાં. અને વિડિયોમાં તેણે જણાવેલું કે ‘હું ભાસ્કર ધાર્મિક ઉપલેટા આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરૂ છું અને મારા મેમ અને સર માનસિક ટોર્ચર દીધે રાખે છે. વારંવાર હું જે પણ આ કરૂં છું એ મેડમ અને સરના લીધે જ કરૂં છું એને સજા મળવી જોઈએ.’ તેવો વીડિયો મળી આવેલ હતો. વળી, ધાર્મિકે અગાઉ પણ વાત કરેલ કે, તેમના મેડમ અને સર માનસિક ટોર્ચર કર્યા રાકે છે, જેથી આપણે અભ્યાસમાં ધ્યાન આપવાનું હોય તેવું સમજાવેલ હતું.
આ બનાવને લઈને મૃતક ધાર્મિકના પિતા રાજેશભાઈએ જણાવ્યું કે, પુત્રના આપઘાતની ઘટના બાદ અમે ફરિયાદ કરવા માટે વારંવાર પોલીસ સ્ટેશન ખાતે જતા હતા, જયાં ઉપલેટા પોલીસ દ્વારા અને પી.આઈ. દ્વારા અમારી ફરિયાદ લેવામાં આવતી નહીં અને બે દિવસ કે પાંચ દિવસ પછી આવજો કહીને આજદિન સુધી ધક્કા ખવડાવતા અને હેરાન પરેશાન પણકરતા હતાં. આ પોલીસની હેરાનગતિને લીધે અમને ખૂબ દુઃખ પણ થયું છે અને અંતે અમારી આ પોલીસ ફરિયાદ હવે છેક નોંધવામાં આવી છે હવે શિક્ષિકોને બચાવવાના પ્રયત્ન કરાશે કે તેમની ઉપર કાર્યવાહી થશે? આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએઅને અમને ન્યાય મળવો જોઈએ તેવી માંગણી છે.’