Vadodara Crime : વડોદરા તાંદલજા વિસ્તારમાં પત્નીની હત્યા કરનાર મકાન ભાડે આપનાર માલિક સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે.
કિસ્મત ચોકડી પાસે એકતા નગરમાં રહેતા જાવેદ મનસુરીએએ ગઈ તા.છઠ્ઠીએ તેની પત્ની તસ્લીસમાબાનુના ચારિત્ર્ય પર શંકા કરી ગળે દુપટ્ટા વડે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી હતી. હત્યા કર્યા બાદ સમગ્ર બનાવને કુદરતી મોતમાં ખપાવવા માટે પણ પ્રયાસ થયો હતો. પરંતુ મરનાર ત્રણ સંતાનની માતાના પિયરીયાને ગળે નિશાન જોઈ શંકા જતાં તેમને પોલીસ તપાસ માંગી હતી અને પોસ્ટમોર્ટમ દરમિયાન ગળું દબાવીને મારી નાખવામાં આવી હોવાનું ખુલ્યું હતું.
જેપી રોડ પોલીસે અત્યારના બનાવમાં પતિની ધરપકડ કરી હતી. આ બનાવમાં પોલીસે જાવેદ મનસુરીની વધુ પૂછપરછ કરતા એકતા નગરનું મકાન દોઢ મહિના પહેલા માસિક રૂ.3000 ના ભાડે લીધું હોવાથી વિગતો જાણવા મળી હતી. જેથી પોલીસે મકાન માલિક અશરફ યુસુફભાઈ પટેલ (તાંદલજા,સરકારી સ્કૂલ સામે) ની તપાસ કરી હતી. મકાન માલિક એક ભાડા કરાર નહીં કર્યો હોવાની તેમજ પોલીસને જાણ નહીં કરી હોવાની વિગતોને પગલે પોલીસે તેની સામે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરી હતી.