Jamnagar Accident : જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક આજે સવારે જી.જે 10 ટી.એક્ક્સ.7313 નંબરની સીટી બસ તેમજ અન્ય એક ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને બન્ને બસ સામસામે ધડાકા ભેર અથડાઈ પડતાં બંને બસમાં ભારે નુકસાની થઈ હતી અને કાચના ભુક્કા બોલી ગયા હતા.
જોકે બસની અંદર બેઠેલા કોઈ મુસાફરોને ઇજા થઈ ન હોવાથી સદભાગ્યે જાનહાની ટળી હતી, પરંતુ બંને બસના કાચના ભૂકકા બોલી ગયા હતા, અને ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ઉપરાંત લોકોને ટોળું પણ એકત્ર થયું હતું.
બંને બસના ડ્રાઈવરો સહિત કોઈને ખાસ ઈજા થઈ ન હોવાથી હાશકારો અનુભવાયો હતો, અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. જે અકસ્માત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.