![]()
વડોદરાના કમાટીબાગ વિસ્તારમાં પાર્ક કરેલા સ્કૂટર ની ડીકી માંથી રોકડ રકમની ચોરી કરનાર અમદાવાદના બે ચોર પકડાયા છે.
પોલીસના જણાવ્યા મુજબ, વારસિયા ગાર્ડન નજીક શકમંદોની તપાસ દરમિયાન સ્કૂટર પર જતા મોહમ્મદ નોફીલ નૂર મહંમદ મુંડવા વાલા (આરજુ એપાર્ટમેન્ટ, જમાલપુર, અમદાવાદ) અને ફૈજાન યાસીન ભાઈ ચંદનજીવાલા(તાજપુર,,જમાલપુર,અમદાવાદ) ને તપાસતા તેમની પાસેથી બે મોબાઈલ અને રોકડા રૂ. 3000 મળી આવ્યા હતા.
તપાસ દરમિયાન બંને સ્કૂટર ઉપર વડોદરા આવ્યા હતા ત્યારે તેમણે કમાટી બાગ બહાર સ્કૂટર ની ડીકી માંથી રોકડાનું 20000 અને અન્ય ચીજો ચોર્યાની કબુલાત કરી હતી. પોલીસે રોકડા રૂ. 3000 કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.










