![]()
| પ્રતિકાત્મક તસવીર |
Tiger in Chhota Udepur Forest : ગુજરાતમાં વાઘની હાજરી લુપ્ત થયાના લાંબા સમય બાદ દાહોદના રતનમહાલ અભ્યારણ્ય બાદ હવે છોટા ઉદેપુરના જંગલ વિસ્તારમાં વાઘના પગલા પડ્યા હોવાનું વન વિભાગે સત્તાવાર પુષ્ટિ કરી છે. ગુજરાતના વધુ એક વિસ્તારમાં ‘ટાઈગર’ જોવા મળ્યો છે, ત્યારે રાજ્યના વન વિભાગ અને પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીની લહેર છવાઈ છે.
છોટા ઉદેપુરમાં વાઘની એન્ટ્રી
ગુજરાતમાં રતનમહાલ બાદ છોટા ઉદેપુરના જંગલ વિસ્તારમાં વાઘની એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે છોટા ઉદેપુર વન વિભાગે જણાવ્યું હતું કે, જિલ્લાના જંગલ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન વનકર્મીઓને વાઘના પગના સ્પષ્ટ નિશાન દેખાયા છે.
છોટા ઉદેપુરના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, રતનમહાલ વન્યજીવ અભ્યારણ્ય છોટા ઉદેપુરની નજીક આવેલું હોવાથી અહીં વાઘની હાજરી સંભવ છે. આ વિસ્તારમાં વાઘ જોવા મળતાં વનકર્મી દ્વારા મોનીટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ સ્થાનિકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વાઘનું પુનરાગમન! દાહોદના રતનમહાલના જંગલમાં કેમેરામાં કેદ થયો ટાઇગર
અગાઉ રતનમહાલ અભ્યારણ્યના જંગલમાં વાઘ જોવા મળ્યો હતો
દાહોદ જિલ્લામાં આવેલા રતનમહાલ અભ્યારણ્યના જંગલમાં એક નર વાઘ કેમેરામાં કેદ થતાં તેના પુનરાગમનના સત્તાવાર પુરાવા મળ્યા હતા. રતનમહાલના જંગલમાં લગાવેલા ટ્રેકર કેમેરામાં આ વાઘ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. વીડિયોમાં આ નર વાઘ અભ્યારણ્યમાં બનાવવામાં આવેલા ‘બાથ ટબ’માં આરામ ફરમાવતો જોવા મળ્યો હતો.










