gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બેંકિંગ શેરો પાછળ ફોરેન ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 533 પોઈન્ટ તૂટીને 84680 | Offloading of foreign…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in Business
0 0
0
બેંકિંગ શેરો પાછળ ફોરેન ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 533 પોઈન્ટ તૂટીને 84680 | Offloading of foreign…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ થતું રહી આજે રૂપિયો ૯૧.૦૮ના નવા તળીયે આવી જતાં અને બીજી તરફ ભારતને ભીંસમાં લેવા ટેરિફ મામલે અમેરિકા સાથે કોકડું હજુ ગૂંચવાયેલું રહેતાં તેમ જ મેક્સિકોના ૫૦ ટકા ટેરિફને લઈ નિકાસો પર અસરની ચિંતાએ આજે ભારતીય શેર બજારોમાં ફંડોએ મોટું ઓફલોડિંગ કર્યું હતું. શેરોમાં સતત ઘસારો ચાલુ રહ્યો હોઈ રિટેલ ઈન્વેસ્ટરો પણ નવા રોકાણથી દૂર રહી મૂડી સુરક્ષિત કરવા શેરોમાં વેચીને રોકાણ હળવું કરતાં જોવાયા હતા. ફંડોએ આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટી વેચવાલી કર્યા સાથે હેલ્થકેર, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, કેપિટલ ગુડઝ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ઓફલોડિંગ કરતાં ઈન્ડેક્સ બેઝડ કડાકો બોલાઈ ગયો હતો. સેન્સેક્સ ૫૩૩.૫૦ પોઈન્ટ તૂટીને ૮૪૬૭૯.૮૬ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૬૭.૨૦ પોઈન્ટ ગબડીને ૨૫૮૬૦.૧૦ બંધ રહ્યા હતા.

બેંકેક્સ ૬૮૬ પોઈન્ટ તૂટયો : એક્સિસ બેંક રૂ.૬૫ તૂટી રૂ.૧૨૧૯ : ફેડરલ બેંક, પોલીસીબઝાર, આવાસ તૂટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ મોટું ઓફલોડિંગ કર્યું હતું. એક્સિસ બેંક રૂ.૬૪.૫૫ તૂટીને રૂ.૧૨૧૯.૬૫, યશ બેંક ૨૬ પૈસા ઘટીને રૂ.૨૧.૫૦, ફેડરલ બેંક રૂ.૨.૮૫ ઘટીને રૂ.૨૬૨.૫૦, બેંક ઓફ બરોડા રૂ.૨.૨૦ ઘટીને રૂ.૨૮૨.૮૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૭૫ ઘટીને રૂ.૯૬૧.૪૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૮૫.૬૪ પોઈન્ટ ગબડીને ૬૬૦૨૪.૮૦ બંધ રહ્યો હતો. આ સાથે ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં પોલીસીબઝાર રૂ.૧૦૪.૭૦ તૂટીને રૂ.૧૮.૨૦.૬૦, આવાસ રૂ.૬૨.૧૦ ઘટીને રૂ.૧૪૮૭.૬૫, વીએલએસ ફાઈનાન્સ રૂ.૯.૮૫ ઘટીને રૂ.૨૭૫.૦૫, એસબીઆઈ કાર્ડ રૂ.૨૩.૯૫ ઘટીને રૂ.૮૪૬.૩૫, રેલીગેર રૂ.૬.૧૦ ઘટીને રૂ.૨૨૮.૫૦ રહ્યા હતા.

ડોલરની મજબૂતી છતાં અમેરિકાના વીઝા પરિબળે આઈટી શેરોમાં ધોવાણ : મેક્લિઓડ, રામકો ઘટયા

અમેરિકી ડોલરની ભારતીય રૂપિયા સામે મજબૂતી છતાં ભારતીય આઈટી ઉદ્યોગને અમેરિકાના એચ ૧બી વીઝા અંકુશોની નેગેટીવ અસરના પરિબળે આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ સતત વેચવાલી કરી હતી. મેક્લિઓડ રૂ.૧.૪૦ ઘટીને રૂ.૨૬.૭૩, રામકો સિસ્ટમ્સ રૂ.૩૧.૪૫ ઘટીને રૂ.૬૧૨.૯૫, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૩૪.૧૦ ઘટીને રૂ.૧૧૭૩.૭૫, એક્સપ્લિઓ સોલ્યુશન રૂ.૨૭.૫૫ ઘટીને રૂ.૧૦૩૬.૭૫, એએસએમ ટેકનો રૂ.૭૦.૪૦ ઘટીને રૂ.૩૦૫૨.૩૦, ન્યુજેન રૂ.૧૭.૦૫ ઘટીને રૂ.૮૪૪.૯૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૮.૪૫ ઘટીને રૂ.૪૨૪.૨૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૩૫.૧૪ પોઈન્ટ ઘટીને ૩૬૭૮૩.૩૫ બંધ રહ્યો હતો. 

હેલ્થકેર શેરોમાં વેચવાલીનું દબાણ વધ્યું : હાઈકલ, સુવેન, આરપીજી લાઈફ, સન ફાર્મા એડવાન્સ ઘટયા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ આજે સતત બીજા દિવસે ફંડો, ખેલંદાઓનું વેચવાલીનું દબાણ વધતું જોવાયું હતું. હાઈકલ રૂ.૭.૮૦ ઘટીને રૂ.૨૪૨.૮૦, સુવેન રૂ.૫.૪૦ ઘટીને રૂ.૧૭૧.૯૫, આરપીજી લાઈફ રૂ.૬૫.૫૫ ઘટીને રૂ.૨૩૦૬.૭૦, સન ફાર્મા એડવાન્સ રૂ.૩.૫૦ ઘટીને રૂ.૧૩૨.૮૦, કોવઈ રૂ.૧૪૩.૨૫ ઘટીને રૂ.૫૮૬૩.૨૦, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૭.૪૫ ઘટીને રૂ.૩૦૪.૯૫, નોવાર્ટિસ રૂ.૧૮.૬૦ ઘટીને રૂ.૭૭૨.૦૫, એપીએલ લિ. રૂ.૧૮.૬૦ ઘટીને રૂ.૮૪૬.૧૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૪૦.૪૩ પોઈન્ટ ઘટીને ૪૩૭૩૪.૨૪ બંધ રહ્યો હતો.

મેટલ ઈન્ડેક્સ ૨૮૬ પોઈન્ટ ગબડયો : જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩૧ ઘટયો : જિન્દાલ સ્ટીલ, સેઈલ ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ આજે વેચવાલી ચાલુ રાખતાં નરમાઈ જોવાઈ હતી. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩૦.૯૦ ઘટીને રૂ.૧૦૮૩.૩૫, જિન્દાલ સ્ટીલ રૂ.૨૧.૨૦ ઘટીને રૂ.૧૦૧૧.૭૫, સેઈલ રૂ.૨.૫૦ ઘટીને રૂ.૧૨૯.૮૦, ટાટા સ્ટીલ રૂ.૩ ઘટીને રૂ.૧૬૯.૮૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૩.૩૦ ઘટીને રૂ.૨૨૪૬.૩૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૮૬.૭૦ પોઈન્ટ ઘટીને ૩૪૬૬૬.૮૬ બંધ રહ્યો હતો.

ક્રુડ ઓઈલમાં સપ્લાય વધતાં ઓઈલ શેરોમાં નરમાઈ : ઓએનજીસી, રિલાયન્સ, પેટ્રોનેટ એલએનજી ઘટયા

ક્રુડ ઓઈલની માંગ વિશ્વભરમાં મંદ પડતાં અને ઓઈલ ઉત્પાદક દેશોનો પુરવઠો વધી રહ્યો હોઈ ક્રુડ ઓઈલના ભાવ તૂટતાં ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી રહી હતી. પેટ્રોનેટ એલએનજી રૂ.૪ ઘટીને રૂ.૨૬૪.૬૦, ઓએનજીસી રૂ.૩.૧૦ ઘટીને રૂ.૨૩૨.૨૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૨.૩૦ ઘટીને રૂ.૧૮૩.૨૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૪.૨૫ ઘટીને રૂ.૧૫૪૧.૮૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૦૦.૭૭ પોઈન્ટ ઘટીને ૨૭૮૫૩.૫૫ બંધ રહ્યો હતો.

એઆઈએ એન્જિ. રૂ.૧૩૩  તૂટી રૂ.૩૭૬૨ : ભારત ડાયનામિક્સ, એલજી ઈક્વિપ., કોચીન શિપ ઘટયા

કેપિટલ ગુડઝ-પાવર, ડિફેન્સ શેરોમાં પણ આજે ફંડોએ મોટું સેલિંગ કર્યું હતું. એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૩૨.૭૫ તૂટીને રૂ.૩૭૬૧.૭૦, ભારત ડાયનામિક્સ રૂ.૪૬.૭૦ ઘટીને રૂ.૧૩૫૫.૪૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૯.૭૦ ઘટીને રૂ.૪૭૮.૯૫, કોચીન શીપ રૂ.૨૭.૨૫ ઘટીને રૂ.૧૫૬૦.૦૫, મઝગાંવ ડોક રૂ.૩૯.૮૦ ઘટીને રૂ.૨૪૦૭.૩૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૪૨.૫૦ ઘટીને રૂ.૮૯૩૯.૮૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૫૦.૮૫ ઘટીને રૂ.૪૪૮૯.૬૦, ભેલ રૂ.૩.૧૫ ઘટીને રૂ.૨૭૯.૪૦ રહ્યા હતા.

ખરાબ બજારે કિર્લોસ્કર એન્જિન, ટીટીએમએલ, નઝારા, નીયોજેન, ઝેગલ, પ્રિકોલ, સુપ્રિમમાં તેજી

ખરાબ બજારે આજે એ ગુ્રપના પસંદગીના શેરોમાં ફંડોએ મોટી ખરીદી કરી હતી. કિર્લોસ્કર એન્જિન રૂ.૯૫.૧૦ વધીને રૂ.૧૨૩૧.૬૫, નઝારા રૂ.૧૮.૫૦ વધીને રૂ.૨૪૫.૭૫, ટીટીએમએલ રૂ.૨.૭૫ વધીને રૂ.૫૧.૪૩, નીયોજેન રૂ.૫૭.૬૫ વધીને રૂ.૧૧૩૭.૯૫, ઝેગલ પ્રિપેડ રૂ.૧૬.૨૫ વધીને રૂ.૩૬૨.૬૫, પ્રિકોલ રૂ.૨૫.૬૫ વધીને રૂ.૬૩૨.૦૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩૧.૪૦ વધીને રૂ.૩૪૦૫.૮૫, પારાદ્વીપ ફોસ્ફેટ રૂ.૫.૬૫ વધીને રૂ.૧૬૦.૫૦, અશોકા બિલ્ડકોન રૂ.૬ ઘટીને રૂ.૧૭૫.૬૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક ગાબડાં : માર્કેટબ્રેડથ નબળી પડી : ૨૫૭૮ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટીના કડાકા સાથે આજે ફરી સ્મોલ, મિડ કેપ શેરોમાં નવી મોટી ખરીદીમાં સાવચેતી સાથે ફંડો, ખેલંદાઓ, રિટેલ ઈન્વેસ્ટરોએ મોટું ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૭૮ અને વધનારની સંખ્યા ૧૬૦૦ રહી હતી.

FPIs/FIIની રૂ.૨૩૮૨ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૦૭૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૨૩૮૧.૯૨ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૦,૪૬૪.૫૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૮૪૬.૪૪  કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૧૦૭૭.૪૮ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૨,૪૮૮.૯૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૪૧૧.૫૦ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૩૯ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૭.૬૪ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકો બોલાઈ જવા સાથે  સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં મોટાપાયે ઓફલોડિંગ થતાં ઘણા શેરોમાં ગાબડાં પડતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૩.૩૯ લાખ  કરોડ ઘટીને રૂ.૪૬૭.૬૪ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવા માગતી ભાજપ સરકારને મોટો ઝટકો, રાજ્યપાલે બિલ કેમ પાછું મોકલ્યું?

ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવા માગતી ભાજપ સરકારને મોટો ઝટકો, રાજ્યપાલે બિલ કેમ પાછું મોકલ્યું?

ધંધુકા બરવાળા રોડ પરથી વિદેશી દારૂ બિયર ભરેલ કેરી વાહન સાથે શખ્સ ઝબ્બે | Man arrested with a mango v…

ધંધુકા બરવાળા રોડ પરથી વિદેશી દારૂ બિયર ભરેલ કેરી વાહન સાથે શખ્સ ઝબ્બે | Man arrested with a mango v...

સિહોરમાં મેગા ડીમોલેશન : કરોડોની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ | Mega demolition in Sehore: Govern…

સિહોરમાં મેગા ડીમોલેશન : કરોડોની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ | Mega demolition in Sehore: Govern...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભુવનેશ્વરમાં યોજાનાર SC-ST કલ્યાણ સમિતિ અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન: ગુજરાતના 8 ધારાસભ્યો ભાગ લેશે …

ભુવનેશ્વરમાં યોજાનાર SC-ST કલ્યાણ સમિતિ અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન: ગુજરાતના 8 ધારાસભ્યો ભાગ લેશે …

12 months ago
વડોદરા ભરૂચ નેશનલ હાઇવે પર હોટલના પાર્કિંગમાંથી 48.36 લાખનું વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડાયું | co…

વડોદરા ભરૂચ નેશનલ હાઇવે પર હોટલના પાર્કિંગમાંથી 48.36 લાખનું વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડાયું | co…

3 months ago
20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

6 months ago
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News