Plans to Travel during New Year Holidays: 2025 જઈ રહ્યું છે અને નવું વર્ષ નવી આશાઓ લઈને આવી રહ્યું છે! શું તમે પણ 31મી ડિસેમ્બરને ખાસ બનાવવા માંગો છો? નવું વર્ષ એટલે માત્ર પાર્ટી નહીં, પણ વર્ષભરના થાક પછી મનને મળતો એક આરામ. જો તમે પણ 2026ના સ્વાગત માટે કોઈ પરફેક્ટ જગ્યાની શોધમાં હોવ, તો જાણકારી તમારા માટે જ છે. જાણીએ ભારતના એવા ચાર લોકપ્રિય સ્થળો વિશે જ્યાં તમારું નવું વર્ષ ખરેખર ખાસ બની જશે!
1. શિમલા: બરફની વચ્ચે રોમેન્ટિક ન્યૂ યર
બરફની સફેદ ચાદર વચ્ચે નવા વર્ષનું સ્વાગત કરવા માટે શિમલા એક આદર્શ સ્થળ છે. શિયાળામાં અહીંની વાદીઓ કોઈ જાદુઈ દુનિયા જેવી લાગે છે. તમે મોલ રોડ પર ઝગમગતી રોશની અને મ્યુઝિક સાથે ન્યૂ યર પાર્ટીનો આનંદ માણી શકો છો અથવા ઐતિહાસિક ક્રાઈસ્ટ ચર્ચની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત, મિત્રો સાથે બોનફાયર (તાપણું) કરીને ઠંડી રાતને હૂંફાળી અને યાદગાર બનાવવાનો લ્હાવો અહીં અચૂક લેવા જેવો છે.
2. ગોવા: પાર્ટી લવર્સ માટે સ્વર્ગ
નવા વર્ષની ધમાકેદાર ઉજવણી માટે ગોવા હંમેશા પ્રવાસીઓની પહેલી પસંદ રહ્યું છે. 31 ડિસેમ્બરની રાત્રે અહીંના બીચ પર થતી શાનદાર આતશબાજી, લાઉડ મ્યુઝિક અને ડાન્સ ફ્લોરની ધૂમ પ્રવાસીઓમાં એક અલગ જ એનર્જી ભરી દે છે. ગોવામાં તમે વાઇબ્રન્ટ બીચ પાર્ટીઝનો આનંદ માણી શકો છો, દરિયા કિનારે કેમ્પિંગનો રોમાંચ અનુભવી શકો છો અથવા સનસેટ ડિનર સાથે નવા વર્ષનું યાદગાર સ્વાગત કરી શકો છો. પાર્ટી લવર્સ માટે આનાથી શ્રેષ્ઠ સ્થળ બીજું કોઈ હોઈ શકે નહીં.
3. મનાલી: એડવેન્ચર અને શાંતિનો સંગમ
જો તમે નવા વર્ષના આગમન પર એડવેન્ચર અને સુકૂનનો અનોખો સંગમ ઈચ્છતા હોવ, તો મનાલી તમારા માટે એક પર્ફેક્ટ ડેસ્ટિનેશન છે. અહીંનું વાઇબ્રન્ટ કેફે કલ્ચર અને લાઈવ મ્યુઝિક ખાસ કરીને યુવાનોમાં અત્યંત લોકપ્રિય છે. મનાલીમાં તમે સોલાંગ વેલીમાં બરફની મજા માણી શકો છો, કસોલના કુદરતી રસ્તાઓ પર ટ્રેકિંગ કરી શકો છો. લાઈવ મ્યુઝિક સાથેના અહીંના કેફે તમારી ન્યૂ યરની સાંજને ખુશનુમા બનાવી દેશે.
આ પણ વાંચો: ગોવા VS ગોકર્ણ: વેકેશનમાં ફરવા માટે કઈ જગ્યા બેસ્ટ? જાણો બજેટ અને ફરવાના સ્થળોનું લિસ્ટ
4. જયપુર: રોયલ અંદાજમાં ઉજવણી
જો તમે નવા વર્ષનું સ્વાગત કોઈ રાજા-મહારાજાની જેમ ‘રોયલ અંદાજ’માં કરવા માંગતા હોવ, તો ગુલાબી નગરી જયપુર તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે. અહીંની ભવ્ય હેરિટેજ હોટલો, કિલ્લાઓ પરનું આકર્ષક લાઈટ ડેકોરેશન અને પરંપરાગત રાજસ્થાની ભોજન તમારી 31 ડિસેમ્બરની રાતને શાહી અહેસાસ કરાવશે. તમે અહીં ચોખી ધાણીમાં રાજસ્થાની સંસ્કૃતિ અને લોકનૃત્યનો આનંદ માણી શકો છો, આમેરના કિલ્લાની સુંદરતા નિહાળી શકો છો અને વિવિધ ફૂડ ફેસ્ટિવલમાં સ્વાદિષ્ટ વાનગીઓની મજા લઈ શકો છો. ફેમિલી અને કપલ્સ માટે ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે આ એક ઉત્તમ જગ્યા છે.






