gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરોમાં સાવચેતી : કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો ધોવાણ : સેન્સેક્સ 84560 | Caution in stocks: …

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in Business
0 0
0
શેરોમાં સાવચેતી : કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો ધોવાણ : સેન્સેક્સ 84560 | Caution in stocks: …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રિઝર્વ બેંકની દરમિયાનગીરીએ ડોલર સામે રૂપિયાની રિકવરી છતાં  ટેન્શને…

નિફટી 41 પોઈન્ટ ઘટીને 25818: આઈટી, ઓઈલ, મેટલ શેરોમાં મજબૂતી :  રોકાણકારોની સંપતિમાં રૂ.1.46 લાખ કરોડનું ધોવાણ

મુંબઈ : રશીયા-યુક્રેન વચ્ચે યુદ્વનો અંત લાવવા અમેરિકાની પહેલ અને આ માટે ડિલ પર બન્ને દેશોની સંમતિની રાહ જોવાઈ રહી હોઈ રશીયાને શરતો માન્ય રહે છે કે નહીં એના પર નજર વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જો રશીયા  આ ડિલ માટે તૈયાર નહીં થાય તો રશીયા પર વધુ આર્થિક પ્રતિબંધો મૂકવાની ચીમકીએ જીઓપોલિટીકલ ટેન્શનનું જોખમ રહેતાં આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી જોવાઈ હતી. બીજી તરફ ભારતીય રૂપિયાનું અમેરિકાના ડોલર સામે છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલું વિક્રમી ધોવાણ આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની દરમિયાનગીરીએ અટકતા અને છેલ્લા સાત મહિનાની સૌથી ઝડપી રિકવરી જોવાયા છતાં ફંડો આજે શેરોમાં નવી મોટી ખરીદીથી દૂર હળવા થતાં જોવાયા હતા. વૈશ્વિક મોરચે ચાઈનાના બજારોમાં આઈટી-ટેકનોલોજી શેરોમાં એકાએક તેજીનો ફરી સંચાર થતાં ઘર આંગણે પણ ફંડોએ આઈટી શેરોમાં સિલેક્ટિવ તેજી કરી હતી. આ સાથે પસંદગીના મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં ખરીદી થઈ હતી. જ્યારે કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મોટું ઓફલોડિંગ થવા સાથે હેલ્થકેર, ઓટોમોબાઈલ, બેંકિંગ શેરોમાં એકંદર નરમાઈ જોવાઈ હતી. સેન્સેક્સ ૮૪૮૯૦થી ૮૪૪૧૫ વચ્ચે ફંગોળાઈ અંતે ૧૨૦.૨૧ પોઈન્ટ ઘટીને ૮૪૫૫૯.૬૫ અને નિફટી ૫૦ સ્પોટ ૨૫૯૩૦થી ૨૫૭૭૦ વચ્ચે અથડાઈ અંતે ૪૧.૫૫ પોઈન્ટ ઘટીને ૨૫૮૧૮.૫૫ બંધ રહ્યા હતા. સ્મોલ, મિડ કેેપ શેરોમાં આજે સતત ત્રીજા દિવસે ફંડો, ખેલંદાઓએ વેચવાલી કરી હતી.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ 637 પોઈન્ટ ખાબક્યો : પોલીકેબ રૂ.294 તૂટયો : પ્રાજ, કોચીન શિપ તૂટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ આજે મોટું સેલિંગ કર્યું હતું. પોલીકેબ રૂ.૨૯૪.૪૫ તૂટીને રૂ.૭૦૭૮.૮૦, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨.૩૦ ઘટીને રૂ.૩૩૨.૭૦, કોચીન શિપ રૂ.૫૪.૯૦ તૂટીને રૂ.૧૫૦૫.૧૫, એસ્ટ્રલ રૂ.૩૫.૭૦ તૂટીને રૂ.૧૪૨૭.૭૦, ભારત ડાયનામિક્સ રૂ.૩૧.૪૫ ઘટીને રૂ.૧૩૨૩.૯૫,એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૧ ઘટીને રૂ.૪૬૭.૯૫, મઝગાંવ ડોકયાર્ડ રૂ.૫૧.૩૦ ઘટીને રૂ.૨૩૫૬.૦૫, કેઈન્સ રૂ.૮૯.૧૦ ઘટીને રૂ..૪૦૯૬.૩૦, ટીટાગ્રહ રૂ.૧૪.૮૫ ઘટીને રૂ.૭૭૪.૮૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૦.૭૦ ઘટીને રૂ.૩૩૪૫.૧૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૧૫.૧૫ ઘટીને રૂ.૮૪૮.૧૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૩૬.૫૮ પોઈન્ટ તૂટીને ૬૫૯૮૧.૮૨ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ : અંબર રૂ.188 તૂટી રૂ.6581 : ડિક્સન રૂ.364 ગબડયો

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડો, ખેલાડીઓએ આજે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૮૮.૫૫ તૂટીને રૂ.૬૫૮૧.૮૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૩૬૪.૪૫ તૂટીને રૂ.૧૩,૨૬૪.૮૫,  વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૨૧.૪૦ ઘટીને રૂ.૯૨૩.૪૦, ક્રોમ્પ્ટન રૂ.૩.૩૦ ઘટીને રૂ.૨૪૯.૩૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૯૧.૩૫ પોઈન્ટ ઘટીને ૬૦૦૨૩.૯૯ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં સાવચેતીમાં ફંડો હળવા થયા : ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.23 તૂટી રૂ.465 : મેક્સ હેલ્થ ઘટયો

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડો આજે સાવચેતીમાં સતત તેજીનો વેપાર હળવો કરતાં જોવાયા હતા. ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૨૨.૯૦ તૂટીને રૂ.૪૬૫.૯૦, ફિશર રૂ.૧.૮૨ ઘટીને રૂ.૪૧.૮૫, મેક્સ હેલ્થકેર રૂ.૪૦.૬૦ ઘટીને રૂ.૧૦૩૧.૬૫, થાયરોકેર રૂ.૧૬.૧૫ ઘટીને રૂ.૪૪૨.૩૦, કોન્કોર્ડ બાયો રૂ.૪૬.૮૦ ઘટીને રૂ.૧૩૩૨.૩૫, વેનબરી રૂ.૭.૭૦ ઘટીને રૂ.૨૩૦.૨૦, આરતી ફાર્મા રૂ.૨૩.૪૫ ઘટીને રૂ.૭૩૧.૩૦, મોરપેન લેબ રૂ.૧.૧૫ ઘટીને રૂ.૩૯.૭૫, ઓર્ચિડ ફાર્મા રૂ.૨૨.૩૦ ઘટીને રૂ.૮૦૭.૬૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૯૬.૦૧ પોઈન્ટ ઘટીને ૪૩૪૩૭.૫૦ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં સિલેક્ટિવ મજબૂતી : એપીએલ અપોલો રૂ.33 વધી રૂ.1766 : હિન્દુસ્તાન ઝિંક વધ્યો

મેટલ-માઈનીંગ શેરોમાં સિલેક્ટિવ શેરોમાં ફંડો લેવાલ રહેતાં મજબૂતી જોવાઈ હતી. એપીએલ અપોલો રૂ.૩૩.૪૦ વધીને રૂ.૧૭૬૫.૬૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૦.૪૫ વધીને રૂ.૫૭૮.૨૦, હિન્દાલ્કો રૂ.૧૧.૩૦ વધીને રૂ.૮૪૮.૬૫, નાલ્કો રૂ.૨.૭૫ વધીને રૂ.૨૭૯.૪૫, સેઈલ રૂ.૧૩૦.૨૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૯૩.૪૮ પોઈન્ટ વધીને ૩૪૭૬૦.૩૪ બંધ રહ્યો હતો.

ચાઈનાની રિકવરી પાછળ આઈટી શેરોમાં વેલ્યુબાઈંગ : ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ, વિપ્રો, ઈન્ફોસીસ વધ્યા

ચાઈનામાં આઈટી-ટેકનોલોજી શેરોમાં ઝડપી રિકવરી આવતાં અને વૈશ્વિક મોરચે યુક્રન-રશીયા યુદ્વ સંધિની આશાએ આજે આઈટી શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૩.૫૫ વધીને રૂ.૫૧૩.૮૦, બ્લુક્લાઉડ રૂ.૨૪.૭૧, બિરલા સોફ્ટ રૂ.૪.૬૫ વધીને રૂ.૪૩૦.૮૫, એએસએમ ટેકનોલોજી રૂ.૨૮.૯૫ વધીને રૂ.૩૦૮૧.૨૫, વિપ્રો રૂ.૧.૯૫ વધીને રૂ.૨૬૧.૧૦, ઈન્ફોસીસ રૂ.૯.૭૫ વધીને રૂ.૧૬૦૨.૧૦, ટીસીએસ રૂ.૧૩.૦૫ વધીને રૂ.૩૨૧૭.૬૦ રહ્યા હતા.

ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી : ઈન્દ્રપ્રસ્થ ગેસ, પેટ્રોનેટ એલએનજીસ ગેઈલ મજબૂત

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ગઈકાલે વિશ્વમાં ઓઈલનો સ્ટોક વધી રહ્યો હોઈ ઓવર સપ્લાયની સ્થિતિએ નરમાઈ જોવાતાં અને હવે અમેરિકી ડોલર સામે રૂપિયો નબળો પડતો અટકીને આજે રિકવર થતાં ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૯.૫૦ વધીને રૂ.૧૯૨.૭૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૪.૦૫ વધીને રૂ.૨૬૮.૬૫, ગેઈલ રૂ.૧૬૯, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૧૬૮.૨૦, ઓએનજીસી રૂ.૨૩૨.૯૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨.૮૦ વધીને રૂ.૧૫૪૪.૬૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ : 3035 શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, રોકડાના અનેક  શેરોમાં ફંડો, ઓપરેટરો, ખેલંદાઓની વ્યાપક વેચવાલી થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૪૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૨૦૮ અને ઘટનારની સંખ્યા ૩૦૩૫ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.1.46 લાખ કરોડ ઘટીને રૂ.466.18 લાખ કરોડ

શેરોમાં આજે ફરી સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં વ્યાપક વેચવાલી થતાં અનેક શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૪૬ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૬.૧૮  લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FIÍની કેશમાં રૂ.1172 કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.769 કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં શેરોમાં રૂ.૧૧૭૧.૭૧ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૨,૮૦૧.૮૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૬૩૦.૧૦ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં રૂ.૭૬૮.૯૪ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૦,૭૫૨.૭૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૯૮૩.૮૧ કરોડની વેચવાલી થઈ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનામાં એકઝાટકે 5% તો ચાંદીમાં 6%નો કડાકો, રોકાણકારોને મોટું નુકસાન, જાણો લેટેસ્ટ રેટ | Gold and Sil…
Business

સોનામાં એકઝાટકે 5% તો ચાંદીમાં 6%નો કડાકો, રોકાણકારોને મોટું નુકસાન, જાણો લેટેસ્ટ રેટ | Gold and Sil…

March 23, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 1300 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટીમાં પણ મોટું ગાબડું | Indian Stock Marke…
Business

શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 1300 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટીમાં પણ મોટું ગાબડું | Indian Stock Marke…

March 23, 2026
LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …
Business

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …

March 22, 2026
Next Post
2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન | Satellite based toll collection acros…

2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન | Satellite based toll collection acros...

વાસદ પાસે મહીસાગર નદીમાં પ્રેમીપંખીડાએ ઝંપલાવતા બચાવી લેવાયા | Lovebirds rescued after jumping into …

વાસદ પાસે મહીસાગર નદીમાં પ્રેમીપંખીડાએ ઝંપલાવતા બચાવી લેવાયા | Lovebirds rescued after jumping into ...

સાયબર માફિયાઓએ અમદાવાદને બાનમાં લીધું : પોલીસ લાચાર | Cyber ​​mafia has taken Ahmedabad hostage: Pol…

સાયબર માફિયાઓએ અમદાવાદને બાનમાં લીધું : પોલીસ લાચાર | Cyber ​​mafia has taken Ahmedabad hostage: Pol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તિરુવનંતપુરમમાં કોંગ્રેસના તમામ કાર્યક્રમમાં શશિ થરૂરને નો એન્ટ્રી ! પાર્ટીના વરિષ્ઠ નેતાની જાહેરાત

તિરુવનંતપુરમમાં કોંગ્રેસના તમામ કાર્યક્રમમાં શશિ થરૂરને નો એન્ટ્રી ! પાર્ટીના વરિષ્ઠ નેતાની જાહેરાત

8 months ago
લીંબડી-રાજકોટ હાઈવે પર ફુલગ્રામના પાટિયા પાસે ડમ્પરમાં આગ લાગી | A fire broke out in a dumper near t…

લીંબડી-રાજકોટ હાઈવે પર ફુલગ્રામના પાટિયા પાસે ડમ્પરમાં આગ લાગી | A fire broke out in a dumper near t…

5 months ago
વૃદ્ધાશ્રમમાં રહેતી જનેતાનો મૃતદેહ સ્વીકારવા પણ પુત્રો તૈયાર નહીં, કહ્યું- ડીપ ફ્રીઝરમાં રાખો, 4 દિવ…

વૃદ્ધાશ્રમમાં રહેતી જનેતાનો મૃતદેહ સ્વીકારવા પણ પુત્રો તૈયાર નહીં, કહ્યું- ડીપ ફ્રીઝરમાં રાખો, 4 દિવ…

4 months ago
સોનું ઉછળીને રૂ.1,84,000ની ઐતિહાસિક ટોચે

સોનું ઉછળીને રૂ.1,84,000ની ઐતિહાસિક ટોચે

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News