Vadodara Corporation : વડોદરા શહેરમાં 2014ની સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવાના ઇરાદે શહેરના લારી-ગલ્લા એસોસિએશન એકત્ર થયેલા સભ્યોએ ‘ઇનટૂક અને જાગો વડોદરા જાગો’ના બેનર હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદન આપવાના ઇરાદે નવી જિલ્લા કલેકટર કચેરીએ સુપ્રત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે લારી-ગલ્લા, પથારાવાળા કે ફેરીયાને રોજગારીનો અર્થ અધિકાર હોવાના સૂત્રોચાર સહિત સ્ટ્રીટ વેન્ડર 2014નો જ્યાં સુધી અમલ ન થાય ત્યાં સુધી કોઈપણ લારી-ગલ્લા, ફેરિયાવાળાને હેરાન પરેશાન નહીં કરવા સહિત તંત્ર દ્વારા કબજે કરેલા લારી-ગલ્લા તરત આપવાની માગણી સહિત વહીવટી ચારના નામે તંત્ર લૂંટવાનું બંધ કરે એવું નરેન્દ્ર રાવતે જણાવ્યું છે. લારી-ગલ્લા એસોસિએશનના સભ્યોએ ઇનટૂક અધ્યક્ષ તથા જાગો વડોદરા જાગોના નરેન્દ્ર રાવતના નેજા હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર મોકલવા નવી કલેકટર કચેરી ઓલ્ડ પાદરા રોડ, યોગ સર્કલ પાસે જઈને સુપ્રત કર્યું હતું.