(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૧
ભારતીય રેલવેએ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતું કન્સેશન પરત
લઇને પાંચ વર્ષોમાં ૮૯૧૩ કરોડ રૃપિયાની વધારાની કમાણી કરી છે. માહિતીના અધિકાર
(આરટીઆઇ) કાયદા હેઠળ દાખલ એક અરજીના જવાબમાં સેન્ટર ફોર રેલવે ઇન્ફરમેશન સિસ્ટમમસ
(સીઆરઆઇએસ)એ માહિતી આપી છે.
વરિષ્ઠ નાગરિકો માટે ટ્રેન ટિકિટ પર કન્સેશન ફરીથી ચાલુ
કરવા વિપક્ષે અનેક વખત માંગ કરી છે. જો કે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું
છે કે રેલવે પહેલાથી જ પ્રત્યેક નાગરિકને સરેરાશ ૪૬ ટકા કન્સેશન આપે છે.
૬૦ વર્ષથી વધુ ઉંમરના પુરુષ અને ટ્રાન્સજેન્ડર તથા ૫૮
વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને ૨૦ માર્ચ,
૨૦૨૦થી પહેલા તમામ વર્ગોની ટ્રેન ટિકિટમાં ક્રમશઃ ૪૦ ટકા અને ૫૦ ટકા કન્સેશન
મળતું હતું. જો કે કોવિડ મહામારી શરૃ થતાં સરકારે આ કન્સેશન બંધ કરી દેવામાં
આવ્યું હતું જે આજ સુધી ચાલુ કરવામાં આવ્યું નથી.
આરટીઆઇ કાયદા હેઠળ આપવામાં આવેલી માહિતી અનુસાર ૨૦ માર્ચ, ૨૦૨૦થી ૨૮
ફેબુ્રઆરી, ૨૦૨૫ની
વચ્ચે ૩૧.૩૫ કરોેડ વરિષ્ઠ નાગરિકોએ કન્સેશન રદ થવાને કારણે ૮૯૧૩ કરોડ રૃપિયાની
વધારાની રકમ ચુકવીને યાત્રા કરી હતી.
મધ્ય પ્રદેશના આરટીઆઇ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે જણાવ્યું
હતું કે ૨૦ માર્ચ, ૨૦૨૦થી
૨૮ ફેબુ્રઆરી, ૨૦૨૫ની
વચ્ચે ૧૮.૨૭૯ કરોડ પુરુષો અને ૧૩.૦૬૫ કરોડ મહિલાઓ અને ૪૩,૫૩૬
ટ્રાન્સજેન્ડર્સે યાત્રા કરી હતી.
રેલવે મંત્રાલયે આપેલી માહિતી અનુસાર આ સમયગાળા દરમિયાન
સિનિયર સિટિઝન પુરુષોની યાત્રાને કારણે રેલવેને ૧૧,૫૩૧ કરોડ રૃપિયા,
મહિલાઓની યાત્રાને કારણે ૮૫૯૯ કરોડ રૃપિયા અને ટ્રાન્જેન્ડર્સની યાત્રાને
કારણે ૨૮.૬૪ લાખ રૃપિયાની આવક થઇ હતી.