વડોદરા,હનુમાન જ્યંતિ નિમિત્તે શહેરમાં નીકળનારી શોભાયાત્રાને અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા નો પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
આવતીકાલે હનુમાન જ્યંતિ નિમિત્તે શહેરના મંદિરોમાં પૂજા, ભજન, કિર્તન, ભંડારા, સુંદરકાંડ તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એક શોભાયાત્રા શહેરના અતિ સંવેદનશીલ એવા ફતેપુરા વિસ્તારમાંથી નીકળી અડાણીયા પુલ ચાર રસ્તા, ચાંપાનેર દરવાજા, માંડવી, એમ.જી. રોડ, લહેરીપુરા દરવાજા, ગાંધીનગર ગૃહ, જ્યુબિલી બાગ સર્કલ થઇ રોકડનાથ હનુમાનજી મંદિરે વિરામ લેશે. શોભાયાત્રાનો રૃટ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આ રૃટ પર જતા તમામ રસ્તાઓ પર નો એન્ટ્રી જાહેર કરી વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ રોડ પર આવતા વાહનોને અન્ય માર્ગો પર ડાયવર્ટ કરાયા છે.