Gujarat Weather: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પૂરપાટ ઝડપે વધી રહેલી ગરમીમાં અચાનક જ બ્રેક લાગી ગઈ છે. શુક્રવારે (11મી એપ્રિલ) 37.8 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં 24 કલાકમાં 6 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો.
15થી 17મા એપ્રિલ દરમિયાન ગરમીનું પ્રમાણ ફરી વધી શકે છે
અમદાવાદમાં છેલ્લા 6 દિવસથી સતત 42 ડિગ્રીથી વધુ તાપમાનનો પારો હતો. વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સની અસરને પગલે રાજ્યભરમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 39થી 42 ડિગ્રી વચ્ચે રહેવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન નિષ્ણાતોને મતે સોમવારથી અમદાવાદમાં ગરમીનું જોર ફરી વધવા લાગશે. ગત રાત્રિના અમદાવાદમાં 25.7 ડિગ્રી સરેરાશ લધુતમ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો: અલ નીનો આ વખતે ચોમાસું નહીં બગાડે… IMDના પૂર્વાનુમાન પૂર્વે અમેરિકાએ આપ્યા ગુડ ન્યૂઝ
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આગામી બે દિવસ તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો અને ત્યારબાદ ફરી 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 15મીથી 17મી એપ્રિલ દરમિયાન ગુજરાતના મોટાભાગના શહેરમાં તાપમાન 40થી 44 ડિગ્રી વચ્ચે રહી શકે છે. જેના પગલે બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.