![]()
Fight Between Students In Selvas : સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં જાહેર રસ્તા પર શાળાની વિદ્યાર્થિનીઓ મારામારી કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે, સ્કૂલ યુનિફોર્મ પહેરેલી કેટલીક વિદ્યાર્થિની કોઈ કારણોસર રસ્તા પર ઝઘડો કરવા લાગી હતી. આ દરમિયાન એક શિક્ષિકાએ વિદ્યાર્થિનીઓને રોકવાના અનેક પ્રયાસ કર્યા, પણ કોઈ તેમનું વાત માનતું ન હતું.
સંઘ પ્રદેશ સેલવાસમાં રસ્તા વચ્ચે વિદ્યાર્થિનીઓ બાખડી
સેલવાસમાં 6થી વધુ વિદ્યાર્થિનીઓ જાહેરમાં મારામારી કરતી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. વિદ્યાર્થિનીઓ મારામારી કરતી હતી, ત્યારે રાહદારીઓના ટોળા ઉમટ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે, 30થી વધુ સ્કૂલના સ્ટુડન્ટ રોડની બાજુમાં પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અમુક વિદ્યાર્થિની વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી બાદ ઝઘડો થાય છે. જેમાં વિદ્યાર્થિનીઓ એકબીજાના વાળ ખેંચીને મારામારી કરતી જોવા મળે છે. વિદ્યાર્થિની વચ્ચે મારામારી થતી શિક્ષિકાએ વિદ્યાર્થિનીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદના પેલેડિયમ મોલમાં તોડફોડ: ભગવા સેનાએ ક્રિસમસ ટ્રી પાડ્યું, પોલીસે કાર્યકરોની કરી અટકાયત
વીડિયોમાં દેખાય છે કે, રોડની બાજુમાં એક બાજુ વાહન પસાર થઈ રહ્યા છે અને નજીકમાં શાળાના વિદ્યાર્થીઓનું ટોળું વળ્યું છે. જેમાંથી 6થી વધુ વિદ્યાર્થિનીઓ મારામારી કરતી જોવા મળે છે.
આ દરમિયાન રસ્તા પરથી વાહન નીકળતા હોવાથી અકસ્માત પણ થઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. જોકે, આ ઘટનામાં એવી કોઈ દુર્ઘટના ઘટી ન હતી. પરંતુ જાહેર રસ્તા પર વિદ્યાર્થિનીઓનું આ રીતે મારામારી કરીને ઝઘડો કરવાને લઈને વાલી અને શિક્ષકોમાં ભારે ચિંતા જોવા મળી હતી.










