gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘હડતાળ ગેરવ્યાજબી, વહેલી તકે સમેટી લો નહીંતર…’ ઋષિકેશ પટેલની આરોગ્ય કર્મીઓને ચેતવણી! | Strike is u…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in GUJARAT
0 0
0
‘હડતાળ ગેરવ્યાજબી, વહેલી તકે સમેટી લો નહીંતર…’ ઋષિકેશ પટેલની આરોગ્ય કર્મીઓને ચેતવણી! | Strike is u…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rushikesh patel Statement on Health workers Protest: ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓની માંગો છેલ્લા ત્રણ વર્ષોથી સંતોષવામાં ન આવતાં આજે તેમણે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. ત્યારે બીજી તરફ સરકાર દ્વારા આંદોલનને અટકાવવા માટે આરોગ્ય કર્મીઓની અટકાયતનો દોર શરુ કરી 1000 જેટલા આરોગ્યકર્મીની અટકાયત કરી છે. આરોગ્યકર્મીઓની હડતાળના મામલે આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલે નિવેદન આપતાં કહ્યું છે કે ‘આરોગ્યકર્મીઓની આ હડતાળ ગેરવ્યાજબી છે. હું તેમને અપીલ કરું છું કે આ હડતાલ વહેલી તકે સમેટી લેવામાં આવે, નહીંતર સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે.’ 

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ‘આ બાબતે સરકાર કંઈક કરી શકતી હોય તો ચોક્કસ આગળ વધતી હોય છે. આ વખતે પણ તેમને જે મુદ્દા મૂક્યા છે તેમાં એકાદ બે બાબતો એવી છે જેમાં સહમતિ બની છે. સરકાર આ બાબતે પોઝિટિવ છે. પરંતુ જે મુદ્દાઓ ચર્ચા વિચારણા અથવા તે વાતને ડીપમાં જઈ જોવાનો જ્યાં અવકાશ બાકી હોય તે મુદ્દો પણ સરકાર વગર વિચારે, સરકારના સમગ્ર વહીવટનો વિચાર કર્યા વગર સીધે સીધે માંગણીઓ સ્વીકારી લે એવું ન બને. તેમનો કોઈપણ મુદ્દો હોય તે મુદ્દાની સાથે સુસંગત વાત થાય. છેવટે તો આ ટેક્સનો પૈસો જ્યારે રાજ્યની તિજોરીમાં આવતો હોય ત્યારે લોકોની સુખાકારીમાં અને લોકોની સગવડો માટે એ પૈસો વપરાવવો જોઈએ.’ 

આ પણ વાંચો: રાજ્યની મહત્ત્વની ચાર હૉસ્પિટલમાં 5,056 જગ્યા ખાલી, ભરતી અંગેનો સરકારનો જવાબ હાસ્યાસ્પદ

અત્યારે તેમની જે માંગણી છે તે બાબતે ચર્ચાઓ પણ કરી છે. ભૂતકાળની અંદર જે વાત થઈ હતી તે અનુસંગિક વાત આજે પણ થઈ હતી. રાજ્યના નાગરિકો જ્યારે મુશ્કેલ સમયમાં આરોગ્ય વિષયક સેવાઓ માટે જતા હોય ત્યારે આ પ્રકારની હડતાળ કરી તંત્રને બાનમાં લઈ ગુજરાતના લોકોને બાનમાં લેવાનું કામ યોગ્ય નથી. હું તેમને અપીલ કરું છું કે આ હડતાલ વહેલી તકે સમેટી લેવામાં આવે, નહીંતર સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે. 

ગાંધીનગરમાં કિલ્લાબંધી, 3 લેયર સુરક્ષા 

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ આરોગ્ય કર્મીઓની અટકાયત તેમના જિલ્લાઓમાંથી શરુ થઈ ગઈ છે. જેમાં જિલ્લાના પ્રમુખ માર્ગો પર પોલીસ દ્વારા તેમને ગાંધીનગર તરફ જતાં અટકાવી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવાની ચીમકી આપી ગાંધીનગર ગેટ નંબર 1 આગળ પહોંચે એ પહેલાં 3 લેયર ચેકીંગ ગોઠવી દેવામાં આવ્યું છે. 

ગાંધીનગર પોલીસ સહિત ગાંધીનગર રેન્જની પોલીસ અને અધિકારીઓને ગાંધીનગર ગોઠવી દેવામાં આવ્યા છે. દરેક ચેક પોસ્ટ પર સ્થાનિક લોકોનું પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ફરજિયાત ઓળખ પત્ર બતાવીને જ સચિવાલય તરફ જવા દેવામાં આવી રહ્યા છે.

ગાંધીનગરમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે જેમાં આરોગ્ય કર્મીઓ જે કોઈ સચિવાલયમાં ઘૂસીને કોઈ આંદોલન કે અન્ય ઘટના ન થાય એ માટે ખાસ પોલીસ બંદોબસ્ત અગાઉ ગોઠવી દેવામાં આવ્યો છે.

હવે આરોગ્ય કર્મીનું હડતાળ પાડવું મુશ્કેલ

રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવા જાહેર કરવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, ત્યારે બિનજરુરી અને વારંવાર હડતાલ પર જઈને દર્દીઓની જિંદગી જોખમમાં મૂકતા આરોગ્ય કર્મીઓની મનમાની હવે નહીં ચાલે. ફિક્સ-પેના કર્મીઓ હડતાળ પર જાય ત્યારે તેમની સેવા સમાપ્તિ સુધીની વિચારણા ચાલી રહી છે. આ મામલે આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ, 1981 (ESMA) હેઠળ હવે સરકાર નોટિફિકેશન કે ગેજેટ પ્રસિદ્ધ કરીને સત્તાવાર જાહેરાત કરી શકે છે. અગાઉ રાજ્યમાં પોલીસ, ઊર્જા જેવા મહત્ત્વના વિભાગોની સેવાઓ પણ અગાઉથી અતિઆવશ્યક સેવાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો, 18 દિવસ બાદ ફરી 76000 ક્રોસ, રોકાણકારોની મૂડી 3 લાખ કરોડ વધી | Sensex …

સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો, 18 દિવસ બાદ ફરી 76000 ક્રોસ, રોકાણકારોની મૂડી 3 લાખ કરોડ વધી | Sensex ...

છત્તીસગઢમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, બીજાપુરમાં 18, કાંકેરમાં 4 નક્સલી ઠાર માર્યા | encounter br…

છત્તીસગઢમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, બીજાપુરમાં 18, કાંકેરમાં 4 નક્સલી ઠાર માર્યા | encounter br...

ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ, જાણો અંતિમ તારીખ | Registration …

ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ, જાણો અંતિમ તારીખ | Registration ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નસવાડીની રામાપ્રસાદી શાળામાં ‘રામરાજ્ય’: 53 બાળકો રઝળ્યા, ‘ગુલ્લીબાજ’ શિક્ષક બે દિવસથી ગાયબ | Teache…

નસવાડીની રામાપ્રસાદી શાળામાં ‘રામરાજ્ય’: 53 બાળકો રઝળ્યા, ‘ગુલ્લીબાજ’ શિક્ષક બે દિવસથી ગાયબ | Teache…

7 months ago
દૂધ ઉત્પાદકોના સમર્થનમાં દહેગામ સજ્જડ બંધ | Dehgam observes strict bandh in support of milk producer…

દૂધ ઉત્પાદકોના સમર્થનમાં દહેગામ સજ્જડ બંધ | Dehgam observes strict bandh in support of milk producer…

5 months ago
ભાવનગર: ફોનમાં વાત કરતાં યુવકને ઠપકો આપવા ગયેલા યુવતીના સંબંધીની છરીના ઘા ઝીંકીને હત્યા, 4ની ધરપકડ |…

ભાવનગર: ફોનમાં વાત કરતાં યુવકને ઠપકો આપવા ગયેલા યુવતીના સંબંધીની છરીના ઘા ઝીંકીને હત્યા, 4ની ધરપકડ |…

7 months ago
અમદાવાદ: નેહરુનગરમાં 675 કરોડની જમીન પચાવી પાડવા નિવૃત્ત DySPનો ખેલ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફો…

અમદાવાદ: નેહરુનગરમાં 675 કરોડની જમીન પચાવી પાડવા નિવૃત્ત DySPનો ખેલ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફો…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News