Sabarkantha News: સાબરકાંઠાના વડાલીમાં એક પરિવારના પાંચ સભ્યે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના મોભીનુ મોત નીપજ્યું છે. દંપતી સહિત 3 બાળકોએ ઝેરી દવા ગટગટાવતા સમગ્ર વડાલીમાં હડકંપ મચ્યો હતો. પરિવારના પાંચેય સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સગર પરિવારના પાંચ સભ્યોએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી.
મળતી માહીત અનુસાર, હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવારના મોભીનું મોત નીપજ્યું છે. તો બીજી તરફ પરિવારના અન્ય સભ્યોની સારવાર ચાલી રહી છે. તમામને સારવાર અર્થે પહેલા વડાલી ત્યારબાદ ઈડર હવે વધુ સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યા માતા અને ત્રણેય બાળકોની સ્થિતિ હાલ અત્યંત ગંભીર છે. અચાનક આપઘાતના પ્રયાસના પગલે પરિવારના અન્ય સગા-સંબધીઓનાં ખળભળાટ મચી ગયો છે.