રાજમહેલ રોડ પરના નવલખી પેલેસના કમ્પાઉન્ડમા આવેલ મકાનમાં રૂ.97 હજાર ઉપરાંતની કિંમતના સોનાના ઘરેણા ચોરી થવાના ગુનામાં પોલીસે શકમંદોની પૂછપરછ હાથ ધરી છે.
રાજમહેલ રોડ ખાતેના નવલખી પેલેસ કમ્પાઉન્ડમાં રહેતા મંદાબેન પવાર રામનવમીના દિવસે પરિવાર સાથે સુરત ગયા હતા. આ સમયે તેઓના મકાનમાં તેમની દીકરીની બહેનપણી તથા તેની માતા હાજર હતા. વર્ષો બાદ દીકરીની બહેનપણી તેની માતાને લઈ સામન સાથે અચાનક મંદાબેનના ઘરે આવી અન્ય મકાન ભાડે ન મળે ત્યાં સુધી રહેવા માટે આશરો માંગ્યો હતો. દરમ્યાન આજરોજ મંદાબેનને તિજોરીનું લોકર ખુલ્લું જણાતા તપાસ કરતા સોના ચાંદીના ઘરેણા માંથી રૂ. 97,900ની કિંમતનો સોનાનો હાર તથા બુટ્ટી મળી આવ્યા ન હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.