અમદાવાદ,રવિવાર
વટવા ચારમાળીયા ખાતે રિક્ષા ચાલક યુવકને મહિલા સહિત ચાર લોકોએ ઢોર માર મારીને છરીના ઘા મારીને હત્યા કરી હતી. પોલીસ તપાસમાં આરોપી લાલદરજા ખાતે પથારા પાથરીને ધંધો કરે છે તેના પથારાની બાજુમાં મૃતકે રિક્ષા પાર્ક કરી હતી,જેની અદાવત રાખીને શનિવારો મોડી રાતે આરોેપીઓએ યુવકને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોન કરીને ગાળો બોલી હતી અને ચાર માળીયા ખાતે બોલાવીને હત્યા કરી હતી. વટવા પોલીસે મહિલા સહિત ચાર સામે હત્યા સહીતની કલમ હેછળ ગુનો નાંેધીને ગણતરના કલાકમાં ચારેયની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકને ઇન્સ્ટાગ્રામમાં ગાળો બોલી વટવા બોલાવી ઢોર માર મારીને છરીના ઘા માર્યા વટવા પોલીસે મહિલા સરહિત ચાર સામે હત્યાનો ગુનો નોધી તમામની ધરપકડ કરી
વટવા સૈયદવાડી વિસ્તારમાં રહેતા અને નારોલમાં કપડાના કારખાનામાં નોકરી કરતા યુવકે વટવા પોલીસ સ્ટેશનમાં ચાર માળિયા ખાતે મહિલા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો નાનોભાઈ ભાડાની રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. શનિવારે તેના સહ પરિવાર સાથે જમાલપુર પગથીયા ખાતે રહેતી તેની બહેનના ઘરે ગયા હતા. ત્યારે રાત્રીના દસ વાગ્યાની આસપાસના હું વર્ધીમાં જાઉં છે તેમ કહીને પિતાનું ટુ-વ્હીકલ લઈને નીકળી ગયો હતો. ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો જમાલપુરથી મોડી રાત્રે ઘરે આવ્યા અને સૂઇ ગયા હતા. ત્યારે મોડી રાત્રે ત્રણ વાગ્યે યુવકના પિતાના મોબાઈલ ઉપર યુવકના નંબરથી અજાણી યુવતીએ ફોન કર્યો અને જણાવ્યું કે જાવેદ સાથે તકરાર થઇ છે અને છરીઓ મારેલી છે અને તેને એલ.જી.હોસ્પિટલ ખાતે લઇ જઈએ છીએ.
જેથી પરિવારના તમામ સભ્યો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા. ત્યારે જાવેદનું સારવાર દરમ્યાન મૃત્યું થયું હતું ત્યારે એક મહિલા રડી રહી હતી તેણે કહ્યું કે જાવેદ સાથે મારા છ મહિના પહેલા નિકાહ થયેલા છે અને ગઈકાલે રાત્રે જાવેદ મને મળવા આવ્યો ત્યારે વટવા ચાર માળીયા પાકિસ્તાનમાં રહેતો મોહમંદ જમીર શેખ તેને ઇનસ્ટાગ્રામમાં વિડીયો કોલમાં ગાળો ભાંડી રહ્યો હતો અને વટવા ચાર માળીયા પાસે બોલાવતો હતો. તેથી જાવેદ તેમને મળવા ગયો હતો. જ્યાં આગળ ચાર લોકોએ ભેગા થઈને મૃતકને છરીના ઘા ઝીક્યા હતા. ઉપરાંત મહિલાએ મૃતકના ભાઈને કહ્યું કે મૃતક લાલ દરવાજા પાસે રીક્ષા લગાવતો હતો અને ત્યાં આગળ જ આરોપી પથારો લગાવતો હતો અને ત્યા મૃતકે રિક્ષા પાર્ક કરવા બાબતે બન્ને વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલતી હતી.