Violence Erupts Again in Bengal Over Waqf Act : વક્ફ એક્ટ વિરુદ્ધ પશ્ચિમ બંગાળમાં પરિસ્થતિ સતત વણસી રહી છે. હિંસાની આગ મુર્શિદાબાદથી હવે દક્ષિણ 24 પરગણા સુધી પહોંચી ગઈ છે. આજે ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટના કાર્યકર્તા તથા પોલીસ વચ્ચે હિંસક ઝડપ થઈ. પોલીસે ISFની રેલી રોકી હતી જે બાદ અથડામણ શરૂ થઈ અને પોલીસે લાઠીચાર્જ પણ કર્યો. જે બાદ ISFએ અનેક જગ્યાઓ પર તોડફોડ અને પોલીસની ગાડીમાં આગચંપી કરી હતી. દક્ષિણ 24 પરગણાના ભાંગડ વિસ્તારમાં ISFના કાર્યકરોએ આગચંપી અને તોડફોડ કરી હતી.