gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

42 ટૉલ પ્લાઝા પર ગેરકાયદે નાણાં પડાવવાના ખેલ, સરકારને 120 કરોડનો લગાવ્યો ચૂનો, NHAIએ કરી કાર્યવાહી |…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in INDIA
0 0
0
42 ટૉલ પ્લાઝા પર ગેરકાયદે નાણાં પડાવવાના ખેલ, સરકારને 120 કરોડનો લગાવ્યો ચૂનો, NHAIએ કરી કાર્યવાહી |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NHAI On Toll Scam : ટૉલ કૌભાંડ મામલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ મોટી કાર્યવાહી કરી છે. જેમાં 42 જેટલાં ટૉલ પ્લાઝા પર ગેરકાયદે નાણાં પડાવવાના મામલે 14 એજન્સીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા રચાયેલી તપાસ સમિતિના અહેવાલના આધારે NHAIએ જવાબદાર એજન્સીઓ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે અને કરારની શરતોના ઉલ્લંઘન બદલ તેમની લગભગ 100 કરોડ રૂપિયાની સુરક્ષા ડિપોઝિટ પણ જપ્ત કરી લેવામાં આવી છે. જ્યારે સરકારને 120 કરોડનો ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે.

એજન્સીકર્મીઓ ખોટા રીતે નાણાની વસૂલાત કરતાં

યુપી એસટીએફે મિર્ઝાપુરના અત્રૈલા શિવ ગુલામ ટોલ પ્લાઝા પર દરોડા પાડ્યા બાદ ટૉલ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, દેશના લગભગ 42 ટૉલ પ્લાઝા પર ગેરકાયદેસર ટોલ વસૂલાત ચાલી રહી હતી. જેમાં સરકારને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ટૉલ પ્લાઝા પર FASTag વગર અથવા પ્રતિબંધિત FASTag વાળા વાહનો પાસેથી એજન્સીકર્મીઓ ખોટા રીતે નાણાની વસૂલાત કરતાં હતા. 

સમગ્ર મામલે એજન્સી વિરૂદ્ધમાં કેસ દાખલ કરવાની સાથે એજન્સીઓને નોટિસ પણ ફટકારવામાં કરવામાં આવી હતી. જ્યારે ટૉલ કૌભાંડને લઈને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ત્રણ સભ્યોની તપાસ સમિતિની પણ રચના કરી છે.

આ પણ વાંચો: પાકિસ્તાન-ચીન સહિત 12 દેશની જેલોમાં 10,152 ભારતીય કેદ, 49 ફાંસીની રાહમાં, જુઓ ડેટા

બે વર્ષ માટે એજન્સી પર પ્રતિબંધ

સરકારનો દાવો છે કે, ઈલેક્ટ્રોનિક ટૉલ કલેક્શન (ETC) સિસ્ટમમાં કોઈ ખામી ન હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. જેમાં 98 ટકા ટૉલ સંગ્રહ ETC સિસ્ટમમાંથી થયો હોવાનું સામે આવ્યું હતું. જો કે, એજન્સીઓ નોટિસનો સંતોષકારક જવાબ આપી શકી ન હતી, એટલા માટે NHAIએ કાર્યવાહી કરીને જવાબદાર એજન્સીઓ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો અને ડિપોઝિટ પણ જપ્ત કરી હતી. 

જ્યારે હવે આ તમામ ટૉલ પ્લાઝા પર ટૉલ લેવા માટે અન્ય નવી એજન્સીઓને કામ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે, મંત્રાલયે સંસદને જાણ કરી છે કે સચોટ ડેટા એકત્રિત કરવા માટે મુખ્ય ટૉલ પ્લાઝા પર AIનો ઉપયોગ કરીને ઓડિટ કેમેરા લગાવવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દેશના 23 લાખ સરકારી કર્મચારીઓને ભેટ, 1 એપ્રિલથી લાગુ થશે UPS, PFRDAએ જારી કર્યું નોટિફિકેશન

સરકાર દ્વારા સંસદમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ખોટી રીતે ટૉલ વસૂલવા બદલ 2024માં 12.55 લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ‘ખોટી ટૉલ વસૂલાતના કેસોમાં અત્યાર સુધીમાં સંબંધિત એજન્સીઓ પર 2 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ખોટા ટૉલ વસૂલાતની જાણ કરવામાં આવી હતી. કુલ 410 કરોડ FASTag વ્યવહારો થયા હતા, જે તમામ FASTag વ્યવહારોના 0.03 ટકા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…
INDIA

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…

February 5, 2026
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…
INDIA

નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…

February 5, 2026
દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …
INDIA

દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

February 5, 2026
Next Post
ડબલ મર્ડર કેસના ફરાર આરોપીઓને રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ઝડપી લીધા | DCP Zone 2 staff nabbed two accu…

ડબલ મર્ડર કેસના ફરાર આરોપીઓને રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ઝડપી લીધા | DCP Zone 2 staff nabbed two accu...

કોંગ્રેસે શરૂ કરી ‘મિશન 2027’ની તૈયારી, યુપીના 75 જિલ્લામાં પદાધિકારીઓ કરી નિમણૂક, જુઓ લિસ્ટ | Uttar…

કોંગ્રેસે શરૂ કરી ‘મિશન 2027’ની તૈયારી, યુપીના 75 જિલ્લામાં પદાધિકારીઓ કરી નિમણૂક, જુઓ લિસ્ટ | Uttar...

ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પિડીત મહિલા પર જીવલેણ હુમલો કર્યો | MLA Gajendrasinh parmar assulated w…

ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પિડીત મહિલા પર જીવલેણ હુમલો કર્યો | MLA Gajendrasinh parmar assulated w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RG કર કેસ: મમતા સરકાર વિરુદ્ધ દેખાવ કરી રહેલી ભીડ સાથે પોલીસની ઝપાઝપી, પીડિતાના માતા-પિતા ઈજાગ્રસ્ત …

RG કર કેસ: મમતા સરકાર વિરુદ્ધ દેખાવ કરી રહેલી ભીડ સાથે પોલીસની ઝપાઝપી, પીડિતાના માતા-પિતા ઈજાગ્રસ્ત …

6 months ago
ભાજપ પાસે રૂ. 10,000 કરોડની રોકડ અને ડિપોઝીટ્સનું જંગી ભંડોળ | BJP has a huge fund of Rs 10 000 cror…

ભાજપ પાસે રૂ. 10,000 કરોડની રોકડ અને ડિપોઝીટ્સનું જંગી ભંડોળ | BJP has a huge fund of Rs 10 000 cror…

2 weeks ago
અધિકારીઓના નામે કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ પૈસા માગે તો અમે જવાબદાર નથી | Customs officers adviced to stay…

અધિકારીઓના નામે કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ પૈસા માગે તો અમે જવાબદાર નથી | Customs officers adviced to stay…

4 weeks ago
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, ઘટનાસ્થળેથી આર્મી-પોલીસ દ્વારા વપરાતાં 3 કારતૂસ મળ્યાં | Delhi Bl…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, ઘટનાસ્થળેથી આર્મી-પોલીસ દ્વારા વપરાતાં 3 કારતૂસ મળ્યાં | Delhi Bl…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News