– ગરમીથી બચવા લીંબડીનો યુવક કેનાલમાં નહાવા પડયો હતો
– પગ લપસતા યુવક ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ઃ ફાયર વિભાગની ટીમે લાશને બહાર કાઢી
સુરેન્દ્રનગર : લીંબડી-રાજકોટ હાઈવે પર આવેલ એક સ્કુલ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવક ડુબ્યો હતો જેની જાણ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમને કરવામાં આવતાં સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ ડુબેલ યુવકની લાશને બહાર કાઢી પીએમની તજવીજ હાથધરી હતી.
લીંબડી-રાજકોટ હાઈવે પર મોડલ સ્કુલ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગત તા.૧૩ એપ્રિલના રોજ મોડી સાંજના સમયે લીંબડી શહેરી વિસ્તાર રહેતો યુવક મહેશ મનુભાઈ વાઘેલા (ઉં.વ.૩૦)નહાવા ગયો હતો અને તે દરમ્યાન પગ લપસતા યુવક કેનાલના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેની જાણ આસપાસના લોકો સહિત ફાયર ફાયટર ટીને કરવામાં આવતાં સુરેન્દ્રનગર ફાયર ફાયટરની ટીમ સહિતનાઓ સ્થળ પર આવી પહોંચયા હતા અને ડુબેલ યુવકની મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી. જેમાં ભારે જહમત બાદ યવકની લાશને કેનાલમાંથી બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે આ બનાવને પગલે મૃતક યુવકના પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો જે મામલે પોલીસે પણ વધુ તપાસ હાથધરી છે.