– મેહુલના ભત્રીજા નીરવ મોદીની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી એવી આશંકા છે કે આરોગ્યનાં બહાનાં નીચે મેહુલ જામીન માગી લેશે
નવી દિલ્હી : ભારતની પ્રત્યાર્પણની વિનંતિના પગલે અબજોપતિ હીરાના વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમ પોલીસે રવિવારે ધરપકડ કરી છે.
પંજાબ નેશનલ બેન્ક સાથે રૃા. ૧૩,૫૦૦ કરોડની છેતરપિંડી કરનાર મેહુલ ચોકસી ૨૦૧૮થી નાસતો ફરતો હતો. તે ૨૦૧૮થી ભારતમાંથી ભાગીને એન્ટેગુયામાં રહ્યો હતો ત્યાંથી તે હીરા ઉદ્યોગનું મુખ્ય મથક ગણાતાં આર્મસ્ટરડમ પહોંચ્યો હતો.
આ પૂર્વે તેના ભત્રીજા નીરવ મોદીની શનિવારે છેતરપિંડી કરવાના કેસ નીચે ધરપકડ કરાઈ હતા તેના પ્રત્યાર્પણ માટે સીબીઆઈ તથા ઈડી દ્વારા બેલ્જિયમ સરકારને વિનંતી કરવામાં આવી હતી જે સ્વીકારાઈ પણ હતી.
૨૦૧૮થી તે એન્ટેગુયામાં સ્થિર થયો હતો પરંતુ ‘મેડીકલ ટ્રીટમેન્ટ’ માટે તે બેલ્જિયમ પહોંચ્યો હતો.
ભારતની સત્તાવાર સંસ્થાઓને મેહુલ બેલ્જિયમમાં છે તેવી પાકી માહિતી મળતાં બેલ્જિયમ સરકારને તેની ધરપકડ કરવા ભારતે કરેલી વિનંતિના પગલે પહેલાં તો બેલ્જિયમ સરકારે તેની ધરપકડ કરી હતી અને પછી તેને ભારતને સોંપવા નિર્ણય કરાયો હતો.
નિરીક્ષકો કહે છે કે, મેહુલને ભારતને સોંપવા માટેની કાર્યવાહી પૂરી કરવા માટેના કાગળો પણ તૈયાર થઈ ગયા છે પરંતુ મેહુલ આરોગ્યના બહાના નીચે તે જામીન પણ માગી લે અને બેલ્જિયમમાં જ ટ્રીટમેન્ટ લેવાનું કહી જામીન પણ મેળવી શકે.
ઈન્ટરપોલે ચોકસી સામે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી પરંતુ હવે તો તેને ભારતીય સલામતી સંસ્થાઓને સોંપાશે તેથી તે નોટિસ રદ કરાઈ છે.