Jamnagar Liquor Crime : જામનગર જિલ્લાના લાલપુર પોલીસ મથકમાં ઈંગ્લિશ દારૂનો એક ગુનો નોંધાયો હતો, જ્યારે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ઇંગ્લિશ દારૂના ગુન્હામાં નાસ્તા ફરતા રહેલા એક આરોપીને એલસીબીની ટુકડીએ જામનગરના પ્રદર્શન મેદાન પાસેથી ઝડપી લીધો છે.
મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવના વતની અને હાલ જામનગર નજીક નાઘેડી ગામમાં રહેતા કાનાભાઈ ઉર્ફે કાનો જીવાભાઈ મોઢવાડિયા, કે જેના વિરુદ્ધ તાજેતરમાં પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં ઈંગ્લિશ દારૂનો એક ગુનો નોંધાયો હતો, જ્યારે લાલપુરના એક કેસમાં તેને ફરાર જાહેર કરાયો છે,
જે આરોપી જામનગરમાં સાત રસ્તા નજીક પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે ઊભો છે, તેવી બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને પંચકોષી બી.ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.