અમદાવાદ,મંગળવાર
પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો દિવસે ને દિવસે બેફામ બનીને ઘાતક હુમલા કરી રહ્યા છે, રખિયાલમાં ગઇકાલે જૂની તકરારની અદાવતમાં લગ્ન પ્રસંગે જમીને આવી રહેલા યુવકને ચાકુના ઘા માર્યા બાદ તેનો પીછો કરીને ખુલ્લી તલવારો ચાકુ સહિતના ઘાતક હથિયારો સાથે ઘરે ધસી આવીને ગાળો બોલીને હુમલો કરીને આતંક મચાવ્યો હતો. આ બનાવમાં પોલીસે રોયોટિંગ સહિતની કલમ હેઠળ આઠ લોકો સામે ગુનો નોધીને સાત આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રખિયાલમાં અદાવતમાં લગ્ન પ્રસંગે જમીને આવતી વખતે યુવકને ચાકુના ઘા મારી પીછો કરીને ઘરે આવીને ધાક જમાવવા ૧૫ લોકોનો તલવારોથી હુમલો પથ્થરમારો કરીને તોડફોડ આતંક મચાવ્યો મકાનનો દરવાજો બંધ હોવાથી પરિવારજનો બચી ગયા, પોલીસે સાતને પકડયા
રખિયાલમાં અજીત મિલ રેસિડેન્સીમાં રહેતા સલમાનખાન પઠાણ (ઉ.વ.૨૨)એ રખિયાલ પોલીસ સ્ટેશનમાં બાપુનગરમાં રહેતા ફહીમ સીદ્દીકી સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે અગાઉ ફરિયાદી અને આરોપી બાપુનગરમાં સુંદરમનગર ખાતે આજુ બાજુમાં રહેતા હતા ત્યારે ફરિયાદી ભાડાના મકાનમાં રહેતા હતા જ્યાં આરોપીઓ રસ્તો દબાવીને મકાન બનાવતા હતા જેનો વિરોધ કરતાં તકરાર થઇ હતી જેની અદાવત રાખીને તેમના ઉપર હુમલો કરવામાં આવ્યોે હતો.
જેમાં ખાસ કરીને ફરિયાદી યુવક ગઇકાલે રાતે લગ્ન પ્રસંગે શકીલ ચોક ખાતે જમીને ઘરે જતા હતા ત્યારે આરોપીના સગામાંથી ચાર છોકરા તેમનો પીછો કરતા હતા અને અજીત રેસિડેન્સી પહંોચતાની સાથે તેને ચાકુના ઘા માર્યા મારતાં યુલક લોહી લુહાણ હાલતમાં ઘરે પહોચી ગયા હતા પરિવારને વાત કરતાં હતા આ સમયે ૧૫ લોકોનું ટોળું હાથમાં ખુલ્લી તલવારો ચાકુ સહિતની ઘાતક હથિયારો સાથે ધસી આવ્યું હતું અને ગાળો બોલીને હુમલો કર્યો હતો જો કે સોસાયટી બહાર આતંક મચાવી રહ્યા હતા અને પથ્થરમારો કરીને મકાનમાં તોડફોડ કરી હતી સદનસીબે મકાનનો દરવાજો બંધ હોવાથી પરિવારના સભ્યોનો બચાવ થયો હતો.
આ બનાવનો વિડિયો વાયરલ થતાં રખિયાલ પોલીસ કાફલો આવી પહોચ્યો હતો. આ ઘટનામાં પોલીસે રોયોટિંગ સહિતની કલમ હેઠળ આઠ લોકો સામે ગુનો નોધીને સાત આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.