Vadodara Water Shortage : ઉનાળાની ત્રાહિમામ ગરમીમાં શહેરના જુદા જુદા વિસ્તારમાંથી પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં નહીં આવતું હોવા સહિત ઓછા પ્રેશરથી આવતું હોવા અંગે ધાંધિયા શરૂ થયા છે. ત્યારે પ્રતાપ નગર વિસ્તારમાં આવેલ કદમ નગરની ચાલીમાં છેલ્લા કેટલાય વખતથી પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી અને પાણી આવે છે એ પણ ઓછા પ્રેશરથી તથા દૂષિત આવતું હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા છે.
વિસ્તારના કેટલાય લોકોએ પાણીની આ સમસ્યાના કારણે અન્ય વિસ્તારમાં સ્થળાંતર કર્યું હોવાના પણ આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. દૂષિત પાણીના કારણે ઘરે-ઘરે બીમારીના ખાટલા મંડળ આવ્યા છે. ઉપરાંત અપૂરતા પાણીના કારણે લોકોએ આંસુ સાથે તંત્ર સમક્ષ આક્ષેપો કર્યા છે તંત્ર સમક્ષ પારોવાર રજૂઆત કરવા છતાં બહેરા કાને કોઈ વાત સંભળાતી નહીં હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.