Arvind kejriwal bhangra on mika singh song: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પુત્રીના લગ્નના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કેજરીવાલની પુત્રી હર્ષિતાના લગ્ન સંભવ જૈન સાથે થયા છે, જે IIT દિલ્હીમાં તેમના બેચમેટ હતા. 18 એપ્રિલના રોજ બંનેએ દિલ્હીના કપૂરથલા હાઉસમાં લગ્ન કર્યા. આ પહેલા 17 એપ્રિલે, તેમની સગાઈ અને અન્ય કાર્યક્રમ દિલ્હીની શાંગરી-લા હોટેલમાં યોજાયો હતો. સગાઈ દરમિયાન સુનિતા કેજરીવાલ અને અરવિંદ કેજરીવાલે પુષ્પા 2 ના ગીત પર ડાન્સ કર્યો હતો.