Supreme Court News : દેશમાં વધતી જતી બાળ તસ્કરી મામલે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, ‘આ મામલો ખૂબ જ બદતર થઈ રહ્યો છે. કોર્ટે તમામ ગુમ નવજાત શિશુઓને શોધવા માટે દિલ્હી પોલીસને જરૂરી પગલા ભરવા આદેશ આપ્યો છે. કોર્ટે બાળકોની તસ્કરી કરતા ગેંગ અને અપહરણ કરાયેલા બાળકોને શોધવા માટે દિલ્હી પોલીસને ચાર અઠવાડિયોનો સમય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસની ઝાટકણી કાઢી
સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી વખતે દિલ્હી પોલીસને ઝાટકણી કાઢી છે અને પૂછ્યું છે કે, દિલ્હીની અંદર અને બહાર નવજાત શિશુઓના અપહરણ કરનારા અને વેંચવામાં સામેલ ગેંગ મામલે તપાસ કરવા માટે શું પગલા ભર્યા છે? દ્વારકા વિસ્તારમાં અનેક નવજાત શિશુઓની તસ્કરીના કેસની તપાસ કરી રહેલા દિલ્હી પોલીસના એક નિરીક્ષક સાથે વાત કરતી વખતે ન્યાયાધીશ જે.બી.પારડીવાલા અને ન્યાયાધીશ આર.મહાદેવનની બેંચે આ વાત કહી.
Supreme Court expresses serious concern over the issue of child trafficking in the country and says the situation is getting worse. Supreme Court, while hearing a case, directs the Delhi police to take all necessary steps to find the kidnapped newborn babies.
What steps have…
— ANI (@ANI) April 21, 2025
સ્થિતિ હદથી પણ બદતર થઈ રહી છે : ન્યાયાધીશ
ન્યાયાધીશ પારડીવાલાએ કહ્યું કે, સ્થિતિ હદથી પણ બદતર થઈ રહી છે. તેમણે ગેંગની લીડર પૂજાની ધરપકડ કરવા અને ગુમ થયેલ ત્રણ બાળકોને શોધવા માટે જરૂરી પગલા ભરવા સંબંધીત પોલીસ સ્ટેશને આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : આંબેડકરની મૂર્તિ હટાવવા મુદ્દે સિદ્ધાર્થનગરમાં બબાલ, ગ્રામજનોએ પથ્થરમારો કરતા પોલીસનો લાઠીચાર્જ
કોઈપણ કિંમતે ગુમ બાળકોને શોધવા પડશે : સુપ્રીમ કોર્ટ
બેંચે કેસની સુનાવણી કરતી વખતે પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો છે કે, તેઓએ આ કેસમાં શું પગલા ભર્યા, તેનો જવાબ રજુ કરે. કોર્ટે કહ્યું કે, તમારે કોઈપણ કિંમતે ગુમ થયેલા બાળકોને શોધવા પડશે અને ગેંગની લીડરની ધરપકડ કરવી પડશે. કોર્ટે કેસની સુનાવણી ચાર અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી છે અને પોલીસને ચાર સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં… કેન્દ્ર સરકાર 10 દિવસમાં જવાબ આપે : હાઈકોર્ટ