gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in Business
0 0
0
સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Silver Market Crash: મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે સ્થિતિ તંગ બની ગઈ છે. જેની સીધી અસર શેર બજાર બાદ સોના ચાંદીના માર્કેટ પર પડી છે. આજ સવારથી જ ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન MCX પર 1 કિલો ચાંદીનો ભાવ 2 લાખ રૂપિયાની નીચે પહોંચી ગયો છે. MCXમાં 1 કિલો ચાંદીની કિંમત 1,99,643 રૂપિયા સુધી ગગડી હતી જે બાદ થોડો સુધારો થતાં બપોરે 3.29 કલાકે 1 કિલો ચાંદીનો ભાવ 2,05,180 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો છે. જેમાં પ્રતિ કિલોએ 9 ટકા એટલે કે 21 હજાર રૂપિયાથી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે.

ઓલ ટાઈમ હાઈથી સોનું 63,000 સસ્તું થયું

સોનાએ 29 જાન્યુઆરીના રોજ 1,93,000 રૂપિયાના સ્તરે પહોંચીને ઓલ ટાઈમ હાઈનો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ તેના બીજા જ દિવસથી સોનાના ભાવમાં ઘટાડો શરૂ થયો છે. MCX પર સોનું આજે 1.30 લાખ રૂપિયાની નીચે પણ ટ્રેડ થઈ રહ્યું છે. એટલે કે, જો ઓલ ટાઈમ હાઈ અને આજના નીચલા સ્તરની સરખામણી કરવામાં આવે તો છેલ્લા 53 દિવસમાં સોનું 63,000 રૂપિયાથી પણ વધુ સસ્તું થઈ ગયું છે.

છેલ્લા 40 વર્ષમાં સૌથી મોટો ઘટાડો

કોમેક્સ પર સોનાની કિંમત આશરે 3% ઘટીને 4,462 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ. નોંધનીય છે કે આ પહેલા ગત સપ્તાહે સોનું લગભગ 11% તૂટ્યું હતું, જે 1983 પછીનો તેનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો માનવામાં આવે છે. બીજી તરફ, એશિયન કારોબાર દરમિયાન ચાંદીની કિંમત પણ આશરે 3% ઘટીને 67.5 ડોલર પ્રતિ ઔંસ સુધી આવી ગઈ. સોનાની કિંમતમાં થયેલો સાપ્તાહિક ઘટાડો છેલ્લા 40 વર્ષમાં સૌથી મોટો છે.

સોના-ચાંદીના ભાવ ઘટવાના મુખ્ય કારણો

પ્રોફિટ બુકિંગ

સોનું અને ચાંદી અગાઉ ખૂબ જ ઊંચા સ્તરે પહોંચી ગયા હતા. આ ઊંચા ભાવનો લાભ લેવા માટે રોકાણકારોએ પોતાનું સોનું વેચીને નફો વસૂલવાનું શરૂ કર્યું છે.

વ્યાજ દરોમાં વધારાની શક્યતા

ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે મોંઘવારી વધવાનો ડર છે. જેથી સેન્ટ્રલ બેંકો વ્યાજ દરમાં ઘટાડો કરવાને બદલે વધારો કરી શકે છે. જ્યારે વ્યાજ દર વધે, ત્યારે રોકાણકારો સોનાને બદલે બોન્ડ કે ડિપોઝિટમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે.

યુદ્ધની સ્થિતિ

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે બજારમાં અનિશ્ચિતતા વધી છે, જેની અસર ભાવ પર પડી રહી છે.

રોકડની જરૂરિયાત

મિડલ ઈસ્ટ (ખાડી દેશો) માં આર્થિક દબાણ વધવાને કારણે આ દેશોને રોકડની જરૂર પડી છે. ફંડ એકત્ર કરવા માટે તેઓ પોતાના સોનાના ભંડાર વેચી રહ્યા છે, જેનાથી બજારમાં સોનાનો પુરવઠો વધ્યો છે.

શેરબજારના નુકસાનની ભરપાઈ

એશિયન શેરબજારોમાં મોટા પાયે વેચવાલી થઈ છે. રોકાણકારોએ ઇક્વિટી માર્કેટમાં થયેલા નુકસાનને પહોંચી વળવા માટે સોનામાં રહેલી પોતાની ‘લોન્ગ પોઝિશન’ ખાલી કરીને સોનું વેચવાનું શરૂ કર્યું છે.

અતિશય ભાવ વધારા પછીનું કરેક્શન

જાન્યુઆરીમાં સોનું રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ હવે તેમાં કુદરતી રીતે ‘ટેકનિકલ કરેક્શન’ જોવા મળી રહ્યું છે, જેના કારણે તે 20% થી વધુ નીચે આવ્યું છે.

વર્ષ 2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ

31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.76,162 હતો, જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં રૂ.57,033 વધીને રૂ.1,33,195 પર પહોંચ્યો હતો. આ ગાળા દરમિયાન ચાંદીમાં રૂ.1,44,403નો તોતિંગ વધારો થયો. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત રૂ. 86,017 હતી, જે વર્ષ 2025ના અંતિમ દિવસે રૂ. 2,30,420 પ્રતિ કિલો થઈ ગઈ હતી. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો વર્ષ 2025માં સોનાએ 75% તો ચાંદીએ 167%એ રિટર્ન આપ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અમદાવાદ: કારમાં દારૂની બોટલ સાથે ઝડપાયેલા નબીરા સાથે પોલીસે ‘સમાધાન’ કરી લીધું, નેતાનો પુત્ર હોવાની …

અમદાવાદ: કારમાં દારૂની બોટલ સાથે ઝડપાયેલા નબીરા સાથે પોલીસે 'સમાધાન' કરી લીધું, નેતાનો પુત્ર હોવાની ...

‘ઈઝરાયલમાં હાજર તમામ ભારતીય નાગરિક સુરક્ષિત…’, LPG મુદ્દે કેન્દ્ર સરકારે જુઓ શું કહ્યું | west asi…

'ઈઝરાયલમાં હાજર તમામ ભારતીય નાગરિક સુરક્ષિત...', LPG મુદ્દે કેન્દ્ર સરકારે જુઓ શું કહ્યું | west asi...

VIDEO: પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા દીવાલ ધરાશાયી, 4 શ્રમિકોના મોત | …

VIDEO: પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા દીવાલ ધરાશાયી, 4 શ્રમિકોના મોત | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાર્ટ ટાઈમ ઓનલાઈન જોબની લાલચમાં ડેસરના યુવાન સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with a young man from …

પાર્ટ ટાઈમ ઓનલાઈન જોબની લાલચમાં ડેસરના યુવાન સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with a young man from …

8 months ago
નવરાત્રિના આયોજકો માટે AMCની નવી ગાઇડલાઇન્સ, આ 32 મુદ્દાઓનું કરવું પડશે પાલન | AMC new guidelines fo…

નવરાત્રિના આયોજકો માટે AMCની નવી ગાઇડલાઇન્સ, આ 32 મુદ્દાઓનું કરવું પડશે પાલન | AMC new guidelines fo…

11 months ago
વડોદરા શહેરના વોર્ડ 15માં કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોશીના પુત્ર પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હુમલો | Co…

વડોદરા શહેરના વોર્ડ 15માં કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોશીના પુત્ર પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હુમલો | Co…

4 months ago
‘ક્રીમી લેયર’ પર મોટા એક્શનની તૈયારી, અનામતમાં બદલાઈ જશે આવકમર્યાદા! જાણો કોને અસર થશે? | modi govt …

‘ક્રીમી લેયર’ પર મોટા એક્શનની તૈયારી, અનામતમાં બદલાઈ જશે આવકમર્યાદા! જાણો કોને અસર થશે? | modi govt …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News