Jamnagar Loot Case : જામનગરમાં જાણી જોઈને વાહન ટકરાવીને વાહન ચાલકને ધાક ધમકી આપીને પૈસા પડાવી અથવા તો લૂંટ ચલાવનાર ટોળકીના ત્રણ શખ્સોને જામનગર પોલીસે ઝડપી પાડ્યા છે.
જામનગરના સીટી બી.ડિવિઝન પોલીસ સ્ટેશન અને એલસીબી પોલીસ સ્ટાફે સંયુકત રીતે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્યારે બાતમી મળી હતી કે ગત તા.09/03/2025 ના દિવસે ફરીયાદી કિરણભાઈ સુરેશભાઈ ઝાલા પોતાનું એકટીવા લઈને કામ સબબ નવા નાગના ગામમાં જતા હતા. ત્યારે રસ્તામાં સ્મશાન ચોકડીથી આગળ વ્હોરાના હજીરા પહેલા આવેલ પુલ પાસે પહોંચ્યા હતા ત્યારે એકટીવા પર આવેલા આરોપીઓએ ભટકાડી શર્ટમાંથી રૂ.1500ની લુંટ ચલાવી હતી.
જે અંગેની ફરિયાદમાં આધારે લુંટનો ગુન્હામાં આરોપી રાજવીર ઉર્ફે રાજ હેમંતભાઈ મારકણા (ઉ.વ.19. રહે-નવાગામ ઘેડ, મધુરમ સોસાયટી ટાવરની બાજુ વાળી શેરી, જામનગર) તથા મહેન્દ્રસિંહ ઉર્ફે મહાવીરસિંહ કનુભા ગોહીલ (ઉ.વ.33, રહે-નવાગામ ઘેડ, બાપુનગર શેરી નં-૦૩, જામનગર ) તથા વિશાલ ઉર્ફે વીડી રાયમલભાઈ લોલડીયા ( ઉ.વ.21, રહે,ખંડખડ નગર, હનુમાનની ડેરીની બાજુમાં, જામનગર) સંડોવાયેલ છે. જેઓ ત્રણ ઇસમોને પૈકી બે સુભાષબ્રિઝ નજીક નદીના પટમાંથી તથા એક ઇસમને જી.જી.હોસ્પીટલ નજીકથી પકડી પાડી તેઓ વિરૂધ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂપીયા રૂ.1,000 તથા ગુનામાં વપરાયેલ સ્કૂટર કબ્જે કર્યું છે.