Jamnagar Gambling Raid : જામનગરના સિટી સી.ડિવિઝન પોલીસ સ્ટાફે સાતમાળીયા આવાસ સામેના ભાગમાં જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ જુગારીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જામનગરના શરૂ સેક્શન રોડ પર આઠ માળિયા આવાસની સામેથી જાહેરમાં ગંજીપાના ટીંચી રહેલા નાગસીભાઈ નાગડાભાઈ કારીયા, દેવશીભાઈ ભીમજીભાઇ વાઢીયા, કમલેશભાઈ કાયાભાઈ કારીયા, ગોવાભાઈ રામાભાઇ કાંબરીયા અને રામદેવભાઈ પીઠાભાઈ કોટા વગેરેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 13,960 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.