Pahalgam Terror Attack : પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે (25 એપ્રિલ) કાશ્મીર ખીણની મુલાકાત લેશે અને ઈજાગ્રસ્તોની હાલત પૂછવા માટે અનંતનાગ હોસ્પિટલની મુલાકાત લેશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ અહેમદ મીરે રાહુલ ગાંધીની આવતીકાલે શ્રીનગર અને અનંતનાગની મુલાકાતની પુષ્ટિ કરી છે.
રાહુલ ગાંધી હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તોની મુલાકાત લેશે
તેમણે કહ્યું કે, રાહુલ શુક્રવારે શ્રીનગર પહોંચશે અને ઈજાગ્રસ્તોની સ્થિતિનો તાગ મેળવવા માટે અનંતનાગમાં સરકારી મેડિકલ કોલેજની મુલાકાત લેશે, જેઓની ત્યાં સારવાર ચાલી રહી છે. ત્યારબાદ તેઓ શ્રીનગર પાછા ફરશે અને રાજ્ય નેતૃત્વ દ્વારા આયોજિત પાર્ટી કાર્યક્રમમાં હાજરી આપશે.