Pakistani Air Space Block : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ અનેક મોટા નિર્ણયો લીધા હતા. ભારત સરકારે સિંધુ જળ સંધિ પર રોક લગાવી છે. અટારી બોર્ડર બંધ કરી દેવામાં આવી અને ભારતમાં રહેતા નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ પાકિસ્તાન સાથે તણાવ વધી ગયો છે. ઉતાવળમાં ભારતનું અનુકરણ કરીને પાકિસ્તાને વાઘા બોર્ડર બંધ કરી દીધી અને શિમલા સંધિ રદ કરી છે. તેવામાં ભારતીય ફ્લાઇટ્સ માટે પાકિસ્તાને એર સ્પેસ પણ બંધ કરી દીધું છે.