J&K CM On India-Pakistan Ceasefire : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે શનિવારે (10 મે, 2025) ગોળીબારી અને સૈન્ય કાર્યવાહી રોકવા પર ભારતે સહમતિ દાખવી છે, ત્યારે ભારત-પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે. આ મામલે ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે પોસ્ટ કરીને જાણકારી આપી હતી. જ્યારે ભારત અને પાકિસ્તાનના નિર્ણયને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આવકાર્યો હતો. તેમણે કહ્યું કે, ‘યુદ્ધવિરામ પુનઃસ્થાપિત કરવાની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી, હું તેને દીલથી આવકારું છું. અંતે પાકિસ્તાનના DGMOએ આપણા DGMOને ફોન કર્યો, દેર સે આયે દુરસ્ત આયે..